તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
મ્યુઝિકના ઘોંઘાટથી ૨૦ દિવસની બાળકીનું મોત
ભારે અવાજવાળા મ્યુઝિકને કારણે બાળકીના હૃદયના ધબકારા રોકાઈ ગયા

બલિયા,તા.૧૭: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં મૂર્તિવિસર્જનના સરઘસ દરમ્યાન ઘરની બહાર ઊભેલા ઝથ્ વાહનના ઘોંઘાટથી ૨૦ દિવસની એક નવજાત બાળકીનું મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના બની હતી. પરિવારના દાવા મુજબ ભારે અવાજવાળા મ્યુઝિકને કારણે બાળકીના હૃદયના ધબકારા રોકાઈ ગયા હતા. અવાજ ઓછો કરવા માટે પરિવારે વારંવાર વિનંતી કરી હોવા છતાં કોઈએ એમની વાત સાંભળી નહોતી.
મળતી માહિતી મુજબ બાળકી તેની મમ્મી રીમા દેવી સાથે ઝૂંપડીમાં સૂઈ રહી હતી ત્યારે જ ઘરની બહાર DJ વાહન ઊભું રહ્યું હતું. અવાજને કારણે બાળકી અચાનક રડવા લાગી હતી. પરિવારજનો તેને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીનાં કાકીએ જણાવ્યું કે સાસરીમાં દેખરેખ રાખનારું કોઈ ન હોવાથી રીમા દેવી છેલ્લા ૧૦ દિવસથી પિયરમાં આવી હતી.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
