<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

દિલ્હીમાં ૪૮ કલાકનો મહા-ચમત્કાર! ૩ વર્ષમાં જે નહોતું થયું તે કુદરતે કરી બતાવ્યું, પ્રદૂષણ મુક્ત 'ગ્રીન દિલ્હી' જોઈને વૈજ્ઞાનિકો પણ દંગ

સતત મધ્યમ વરસાદે દિલ્હી-એનસીઆરનો શ્વાસ બદલ્યો; એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) રેકોર્ડ સ્તરે સુધર્યો, દિલ્હીવાસીઓએ લીધો વર્ષો પછી સૌથી શુદ્ધ ઓક્સિજન

નવી દિલ્હી, તા.૧૦: ઝેરીલા ધુમ્મસ અને ગૂંગળામણભર્યા પ્રદૂષણ માટે બદનામ દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ૪૮ કલાકની અંદર એક એવો કુદરતી ચમત્કાર થયો છે, જેની કલ્પના ખુદ પર્યાવરણ વિજ્ઞાનીઓએ પણ નહોતી કરી. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR) માં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સતત અને મધ્યમ વરસાદે આખું ચિત્ર બદલી નાખ્યું છે. છેલ્લા ૩ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર દિલ્હીની હવામાંથી પ્રદૂષણના ઝેરી કણો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે અને આખી રાજધાની જાણે નવી નકોર અને હરિયાળી બની ગઈ છે.
AQI નો પારો ગગડ્યો, 'ગ્રીન ઝોન' માં પહોંચી રાજધાની
સામાન્ય રીતે વર્ષના મોટાભાગના દિવસોમાં દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૦૦ થી ૪૦૦ ની ઉપર એટલે કે 'અતિ જોખમી' સ્તરે રહે છે. પરંતુ કુદરતના આ ૪૮ કલાકના ઓપરેશને દિલ્હીના એકીઆઈ (AQI) ને રેકોર્ડબ્રેક સ્તરે નીચે લાવી દીધો છે. વર્ષો પછી દિલ્હીવાસીઓને કોઈ પણ પ્રકારના ફિલ્ટર કે માસ્ક વિના એકદમ શુદ્ધ અને તાજો ઓક્સિજન શ્વાસમાં લેવા મળી રહ્યો છે. દિલ્હીની સડકો, વૃક્ષો અને ગગનચુંબી ઈમારતો પર જામી ગયેલી ડસ્ટ (ધૂળ) ધોવાઈ જતાં આખું શહેર નયનરમ્ય દેખાઈ રહ્યું છે.
કાળઝાળ ગરમી અને અસહ્ય બફારામાંથી મળી મોટી રાહત
આ વરસાદ માત્ર પ્રદૂષણ મુક્તિ જ નથી લાવ્યો, પરંતુ છેલ્લા ઘણા સમયથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી ત્રસ્ત દિલ્હીવાસીઓને હિમાચલ જેવી ઠંડકનો અહેસાસ કરાવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાં ભેજનું પ્રમાણ અને વરસાદની આ સાતત્યપૂર્ણ ગતિને કારણે વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું છે. લોકો વીકએન્ડ પહેલા જ રસ્તાઓ અને પાર્કમાં પ્રકૃતિની આ અદભુત ભેટનો આનંદ માણવા નીકળી પડ્યા છે. સોશિયલ મીડિયા પર પણ 'ક્લીન દિલ્હી' અને 'રેઈની દિલ્હી' ની અદભુત તસવીરો જોરદાર ટ્રેન્ડ થઈ રહી છે.
 

(5:47 PM IST)