News of Friday, 6th November 2026
પશ્ચિમ બંગાળમાં તહેવાર પહેલા વિસ્ફોટકો-શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો
શું આતંકની તૈયારીઓ હતી? ૧,૧૫૦ જિલેટીન લાકડીઓ, ૯૮૯ ડેટોનેટર અને ૧૨,૦૦૦ મીટર દોરી મળી

બીરભૂમઃ તા.૬: ધનતેરસ પહેલા, પヘમિ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ બીરભૂમમાં દરોડા દરમિયાન કુલ ૧,૧૫૦ જિલેટીન સ્ટિક, ૯૮૯ ડેટોનેટર અને ૧૨,૦૦૦ મીટર ડિટોનેટિગ કોર્ડ જપ્ત કર્યા હતા અને બે લોકોની ધરપકડ કરી હતી. એક અલગ કાર્યવાહીમાં, STF એ પાંડભેશ્વરમાંથી ૨૧ ગેરકાયદેસર શષો અને ૬૫ રાઉન્ડ દારૂગોળો જપ્ત કર્યો હતો. તાજેતરની જપ્તી બીજા દરોડા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે, જેમાં પહેલાથી જ ૩૮ બંદૂકો અને રાઇફલ અને ૧૨૨ ગોળીઓ મળી આવી છે.
પાંચ દિવસના દિવાળી તહેવારની શરૂઆત પહેલા થયેલી આ જપ્તીએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ હવે ધરપકડ કરાયેલા શકમંદો પાસેથી આ શષોનો શું ઇરાદો હતો તે નક્કી કરવા માટે પૂછપરછ કરી રહી છે. પોલીસ સમગ્ર સાંઠગાંઠની તપાસ કરવા માટે દરોડા પાડી રહી છે.
ભારતને નફરત કરતું પાકિસ્તાન છેલ્લા ૮૦ વર્ષથી ઉગ્રવાદીઓનું મગજ ધોવા અથવા તેમને લલચાવીને નાપાક કાવતરાં ઘડી રહ્યું છે. દેશમાં આતંક મચાવનારી કેટલીક ઘટનાઓની વાત કરીએ તો, પહેલી મોટી ઘટના ૧૯૮૫માં બની હતી, જ્યારે દિવાળી ઉજવવામાં આવતી ન હતી. તે સમયે, ૧૦ મેના રોજ, ટ્રાન્ઝિસ્ટરથી સજ્જ બોમ્બ એકસાથે અનેક જગ્યાએ વિસ્ફોટ થયા હતા. એકલા દિલ્હીમાં, આ વિસ્ફોટોમાં ૪૯ લોકો માર્યા ગયા હતા અને ૧૨૭ ઘાયલ થયા હતા. આ હુમલા બસો, બજારો અને જાહેર સ્થળોએ થયા હતા.
૨૯ ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ, દિવાળી પહેલા, દિલ્હીના સરોજિની નગર, પહાડગંજ અને ગોવિદપુરી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. ૬૨ લોકો માર્યા ગયા હતા અને ૨૧૦ થી વધુ ઘાયલ થયા હતા. તેવી જ રીતે, ૨૦૦૮માં, મહેરૌલીમાં એક વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૨૩ થી વધુ ઘાયલ થયા હતા.
હવે, પヘમિ બંગાળમાં આટલી મોટી ઘાતક સામગ્રી જપ્ત થવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તહેવાર દરમિયાન દેશભરમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન ગુપ્તચર એજન્સીઓ સતર્ક રહે છે અને દેશની આંતરિક સુરક્ષા પર નજર રાખી રહી છે.૪૧.૧૪)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
