તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
અભિષેક બેનર્જીને મોટો ઝટકો: આંખની સારવાર માટે વિદેશ જવાની અરજી કલકત્તા હાઇકોર્ટે ફગાવી, સરકારી હોસ્પિટલમાં બતાવવા આદેશ!
પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન હેટ સ્પીચના કેસની સુનાવણીમાં જજ સૌગત ભટ્ટાચાર્યનું કડક વલણ; ડાયમંડ હાર્બરના સાંસદને SSKM ના નિષ્ણાતોની સલાહ લેવા નિર્દેશ

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અને ડાયમંડ હાર્બર લોકસભા બેઠકના વરિષ્ઠ સાંસદ અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટ તરફથી મોટો રાજકીય અને કાનૂની ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટની સિંગલ જજની બેન્ચે આજે અભિષેક બેનર્જીની આંખની સારવાર માટે તાત્કાલિક વિદેશ પ્રવાસ કરવાની પરવાનગી માંગતી અરજીને સરેઆમ ફગાવી દીધી છે. અદાલતના આ કડક વલણના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.
તાજેતરમાં જ પૂર્ણ થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન અભિષેક બેનર્જી પર ભડકાઉ અને દ્વેષપૂર્ણ ભાષણો (Heate Speech) આપવાના ગંભીર આરોપો લાગ્યા હતા. આ મામલાની કોર્ટમાં ચાલી રહેલી કાનૂની સુનાવણી દરમિયાન, બેનર્જીના વકીલે તબીબી આધારો રજૂ કરતા અદાલત પાસે તેમના ક્લાયન્ટને આંખની ઇમરજન્સી સારવાર માટે દેશ બહાર જવાની મંજૂરી આપવા માટે આગ્રહ કર્યો હતો.
જોકે, હાઇકોર્ટના જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યએ બચાવ પક્ષની આ દલીલોને ગ્રાહ્ય રાખી નહોતી અને વિદેશ જવાની પરવાનગી નકારી દીધી હતી. ચુકાદો આપતાં ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે વિદેશ જતા પહેલાં અભિષેક બેનર્જીએ કોલકાતાની જ પ્રખ્યાત રાજ્ય સંચાલિત એસ.એસ.કે.એમ. (SSKM) મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબી નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ અને ત્યાં જ તપાસ કરાવવી જોઈએ. આ આદેશ બાદ હવે ટીએમસી સાંસદે સ્થાનિક સ્તરે જ સારવાર લેવી પડશે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
