તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
ઓપરેશન સિંદૂરની વરસી પર ભારતનો સંરક્ષણ ક્ષ્રેત્રે મોટો ધમાકો: અગ્નિ-IV મિસાઈલના ટેસ્ટની તૈયારી: દુશમન દેશોમાં ફેલાયો ફફડાટ
ભારતે બંગાળની ખાડીમાં 3,550 કિમીના વિસ્તાર માટે 'નોટામ' (NOTAM) જારી કરીને હલચલ મચાવી: 3,500 થી 4,000 કિમીની રેન્જ ધરાવતી આ બેલેસ્ટિક મિસાઈલ 1,000 કિલો સુધીના વોરહેડ લઈ જવા સક્ષમ

ભારતે બંગાળની ખાડીના ઘણાં વિસ્તારોમાં લાંબા સમય માટે નોટામ જાહેર કરી રાખ્યું છે. સંભાવના છે કે ઈન્ટરમીડિયેટ રેન્ડ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ માટે તેને જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર નોટામ જાહેર કરવાનો ગૂઢાર્થ રણનીતિક દ્રષ્ટિએ ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે.
ભારતે બંગાળની ખાડીમાં ઘણી મોટી રેન્જ માટે નોટિસ ટૂ એરમેન અથવા નોટામ જાહેર કર્યું છે. આ નોટામથી બંગાળની ખાડીમાં લગભગ 3550 કિલોમીટર કોરિડોરમાં એલર્ટ જાહેર છે. મતલબ નોટિસની સમયસીમા સુધી આ ક્ષેત્ર ખતરનાક ઝોન ઘોષિત રહેશે.
રિપોર્ટ મુજબ, આ નોટામ પહલગામ આતંકી હુમલા ની વરસીના તુરંત બાદ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ વચ્ચે જાહેર કરવામાં આવ્યું છે. મતલબ, બંગાળની ખાડીમાં ચેતવણીની આ સમયસીમા 25 એપ્રિલ, 2026થી લઈને 6 મે, 2026 વચ્ચેની છે. 2025માં 6 અને 7મી મેની મધરાતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા.
સંરક્ષણ સૂત્રોને ટાંકીને એક મીડિયા જૂથે રિપોર્ટ આપ્યો છે કે જેટલા વિસ્તારને ડેન્ઝર ઝોનમાં રાખવામાં આવ્યો છે, તેના પરથી લાગે છે કે આ નોટામ AGNI-IV ના પરીક્ષણ માટે છે.
પરંતુ સૌથી મોટી વાત આ પરીક્ષણ માટે પસંદ કરાયેલો સમય છે. પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ આ પ્રકારના પરીક્ષણને ખુદ એક મોટો આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક સંદેશ માનવામાં આવે છે.
AGNI-IV મિસાઈલ
AGNI-IV મિસાઈલ ટુ સ્ટેજ વાળી મિસાઈલ છે, જેને ડીઆરડીઓએ બનાવી છે.
આ એક ઈન્ટરમીડિયેટ રેન્ડ બેલેસ્ટિક મિસાઈલ છે.
તેમાં ઘન ઈંધણનો ઉપયોગ થાય છે અને તે 1000 કિલોગ્રામ સુધીના વૉરહેડ લઈ જવા માટે સક્ષમ છે.
અગ્નિ-4 મિસાઈલની મારક રેન્જ 3500 થી 4000 કિલોમીટરની છે.
20 મીટર લાંબી અગ્નિ-4 મિસાઈલમાં સારી ચોક્સાઈ માટે એવિયોનિક્સનો ઉપયોગ કરાયો છે.
તેની સર્કુલર એરરની આશંકા 100 મીટરથી પણ ઓછી છે. જેનાથી તેની સટીકતાનું અનુમાન લગાવી શકાય છે.
અગ્નિ-4 મિસાઈલને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી છે કે સડક માર્ગથી પણ તેને ઘણી જલ્દીથી કોઈપણ ઠેકાણે તેનાત કરી શકાય છે.
નોટિસ ટૂ એરમેન ક્યારે જાહેર કરવામાં આવે છે?
નોટિસ ટૂ એરમેન અથવા નોટામ ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે કોઈ ખાસ એરસ્પેસને સિવિલિયન એરક્રાફ્ટના આવાગમન માટે રોકવાનો હોય.
સામાન્ય રીતે નોટામ કોઈ પરીક્ષણ માટે અથવા તો યુદ્ધાભ્યાસ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે.
પરંતુ જ્યારે કોઈ કારણે બે અથવા વધારે દેશો વચ્ચે તણાવ હોય અથવા યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે પણ એરસ્પેસને બંધ કરવામાં આવે છે.
ભારત અને પાકિસ્તાન બંનેએ પોતપોતાના એરસ્પેસ એક વર્ષથી બંધ કર્યા છે.
આ પ્રકારે પશ્ચિમ એશિયામાંચાલી રહેલા સંકટ વચ્ચે પણ ખાડીના ઘણાં દેશોએ એરસ્પેસમાં ઉડાણોને મર્યાદીત મંજૂરી આપી છે.
જ્યારે નોટામ જાહેર કરવામાં આવે છે, તો પ્રવાસી વિમાનોને તે ક્ષેત્રમાં ઘૂસવાની મંજૂરી હોતી નથી.
તેનાથી સૈન્ય વિમાનો, મિસાઈલ અથવા ડ્રોનને કોઈપણ જોખમ વગર પોતાના મિશનને અંજામ આપવામાં મદદ મળે છે.
કુલ મળીને આ એક સંરક્ષણાત્મક પગલું છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
