News of Thursday, 5th November 2026
શેર માર્કેટમાં મોટું સ્કેમ! રોકાણકારોની મંજૂરી વગર વેચાઈ ગયા શેર : ૧૦૦ કરોડનું નુકસાન!
અમેરિકી બજારમાં ભારતીયો દ્વારા ખરીદવામાં આવેલા એપલ, ટેસ્લા અને Nvidiaના શેર, તેમની મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા અને તેના બદલે કેટલીક ચીની કંપનીઓના શેર આપી દેવામાં આવ્યા : ફિનટેક પ્લેટફોર્મ સ્ટોકલ સિક્યોરિટીઝ દ્વારા તેમના યુએસ સ્ટોક પોર્ટફોલિયોમાં રાખવામાં આવેલા તમામ શેર તેમની મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા હતા.

નવી દિલ્હીઃ તા.૫: એક બ્રોકરેજ ફર્મની ભૂલને કારણે ભારતીય રોકાણકારોને રૂ.૧૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. ખાસ કરીને ૩૦ ભારતીય રિટેલ રોકાણકારોનો આરોપ છે કે ફિનટેક પ્લેટફોર્મ સ્ટોકલ સિક્યોરિટીઝ દ્વારા તેમના યુએસ સ્ટોક પોર્ટફોલિયોમાં રાખવામાં આવેલા તમામ શેર તેમની મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા હતા.
આ ઘટનાને કારણે રોકાણકારોને રૂ.૧૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. મનીકંટ્રોલના અહેવાલ મુજબ, આ કથિત વ્યવહારો ૧૫ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ થયા હતા, જ્યારે એપલ, ટેસ્લા, એમેઝોન, આલ્ફાબેટ, એનવિડિયા અને એએમડી જેવી મોટી યુએસ કંપનીઓના શેર રોકાણકારોની સંમતિ વિના વેચી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેમાંથી મળેલી રકમનો ઉપયોગ ઓછા જાણીતા શેર ખરીદવા માટે કરવામાં આવ્યો, જેના મૂલ્યમાં પાછળથી ભારે ઘટાડો જોવા મળ્યો. આ ઘટનાએ એકાઉન્ટની સુરક્ષા અંગે ચિતાઓ ઊભી કરી છે અને સ્ટોકલ તથા તેના યુએસ ક્લિયરિગ બ્રોકર ડ્રાઈવવેલ્થ વચ્ચે વિવાદ ઉભો થયો છે કે આ ટ્રાન્ઝેક્શન માટે કોણ જવાબદાર છે.
એક ભારતીય રોકાણકારે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે ૩.૩૫ લાખ ડોલર મૂલ્યના ૧૦ લાર્જ-કેપ યુએસ સ્ટોક તેમની મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે આ રકમનો ઉપયોગ ચીની કંપની ઝીબાઓ ટેકનોલોજી ઇન્ક. (ZBAO)ના ૩,૦૦,૦૦૦ શેર સરેરાશ ૧.૦૫ ડોલરના ભાવે ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ, ZBAOના શેર લગભગ ૬૦% ઘટીને ૨૩ ઓક્ટોબરના રોજ ૦.૪૨ ડોલર પર બંધ થયા. રોકાણકારને લગભગ રૂ.૪.૨૬ કરોડનું નુકસાન થયું હતું. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે આ અનધિકૃત ટ્રાન્ઝેક્શન માટેના નિયમિત ટ્રેડ કન્ફર્મેશન મેઇલ્સ પણ ગાયબ હતા.
બીજા રોકાણકારે જણાવ્યું હતું કે, લગભગ રૂ.૨૯ કરોડના શેર ફક્ત બે મિનિટમાં જ વેચવામાં આવ્યા હતા. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે આ ફંડ પછી ૧૫ મિનિટની અંદર ઓછા ટ્રેડિગ વોલ્યુમવાળા સ્ટોકના ૩.૦૫ મિલિયન શેરમાં રોકાણ કરવામાં આવ્યું હતું. રોકાણકારનો દાવો છે કે ના તો પોર્ટફોલિયો કે ના તો લોસ કવર કરવામાં આવ્યો છે.
સ્ટોકલે મનીકંટ્રોલને જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે. પ્રારંભિક તારણો અનુસાર, ફિશિગ અથવા સોશિયલ એન્જાિનિયરિગ દ્વારા ચેડા કરાયેલા ઇમેઇલ આઈડેન્ટિફિકેશન દ્વારા ખોટી રીતે ઓક્સેસ મેળવવામાં આવી હોઈ શકે છે. જો કે, સ્ટોકલે જણાવ્યું હતું કે તેની તપાસમાં તેના પોતાના પ્લેટફોર્મમાં ભૂલના કોઈ પુરાવા મળ્યા નથી.
ડ્રાઇવવેલ્થ કે જે ક્લિયરિગ અને કસ્ટડી સર્વિસ આપે છે, તેણે આ ઘટનાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ૩૦ ઓક્ટોબરના રોજ ડ્રાઇવવેલ્થે દાવો કર્યો હતો કે અનધિકૃત ઍક્સેસ સ્ટોકલ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને બદલે સ્ટોકલના ઇન્ટરફેસ દ્વારા થઈ હતી. તેણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે સ્ટોકલ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને કારણે ચોક્કસ પગલાં લેવામાં વિલંબ થયો હતો. આ આરોપોનો વિરોધ કરવામાં આવે છે અને જવાબદારી હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.
અસરગ્રસ્ત રોકાણકારોએ એચડીએફસી સિક્યોરિટીઝ સાથે વૈશ્વિક રોકાણ ભાગીદારી દ્વારા સ્ટોકલને એક્સેસ કર્યું હતું, જે ૨૦૧૯માં શરૂ થયું હતું. આ ઓપરેશનલ ભાગીદારી જુલાઈ ૨૦૨૪માં પૂર્ણ થઈ. બેંગલુરુમાં દાખલ કરાયેલી એફઆઈઆરમાં એચડીએફસી સિક્યોરિટીઝ સહિત ઘણી કંપનીઓના નામ છે. જોકે, મનીકંટ્રોલે સ્પષ્ટતા કરી છે કે બ્રોકરેજ ફર્મનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું નથી. એક રોકાણકારે SEBI અને યુ.એસ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)નો પણ સંપર્ક કર્યો છે
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
