તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
હૈદરાબાદમાં રોંગ સાઇડમાં આવતી બસ સામે બાઇકર ઊભો રહી ગયો એટલે બસે રિવર્સમાં જવું પડયું

હૈદરાબાદ તા.૧૭: તેલંગણની રાજધાની હૈદરાબાદમાં સ્ટેટ રોડવેઝની એક બસ રોન્ગ સાઇડમાં ઘૂસી ગઈ હતી. એ જોઈને પોતાની સાચી લેનમાં જઈ રહેલા મોટા ભાગનાં વાહનો સાઇડમાંથી જગ્યા કરીને નીકળી રહ્યાં હતાં, પણ એક બાઇકર બરાબર બસની સામે આવીને ઊભો રહી ગયો હતો. બસવાળાએ હોર્ન મારવાનું શરૂ કર્યું, પણ બાઇકરે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. બસ-ડ્રાઇવર ખોટી દિશામાં આવતો હોવા છતાં તેણે પહેલાં તો બાઇકર સાથે જીભાજોડી કરી હતી. જોકે એ પછી પણ બાઇકર ટસનો મસ ન થતાં આખરે બસ-ડ્રાઇવર બસને રિવર્સમાં લઈ ગયો અને સાચી લેનમાં જઈને આગળ વધ્યો હતો. સોશ્યલ મીડિયામાં બાઇકરની આ જીદ લોકોને ગમી ગઈ હતી.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
