તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
ફ્રાન્સના કેલેઈ રેલવે સ્ટેશને બોમ્બની ચેતવણીથી ટ્રેન વ્યવહાર ખોરવાયો
લંડન આવતીજતી યુરોસ્ટાર ટ્રેનો મોડી, સુરક્ષા તપાસ શરૂ

પેરિસ : ઉત્તર ફ્રાન્સના કેલેઈ-ફ્રેથુન રેલવે સ્ટેશને બોમ્બ અંગેની ચેતવણી મળતાં રેલવે વ્યવહારને અસર પહોંચી છે. સ્થાનિક સત્તાવાળાઓએ સ્ટેશન બંધ રાખીને ચેતવણીની તપાસ હાથ ધરી હતી.
આ કાર્યવાહીથી ફ્રાન્સની સ્થાનિક ટ્રેનો ઉપરાંત લંડન અને યુરોપ વચ્ચે દોડતી આંતરરાષ્ટ્રીય ટ્રેનોને પણ વિલંબ થયો છે.
રેલવે સંચાલક કંપનીએ પુષ્ટિ કરી છે કે ફ્રેન્ચ સત્તાવાળાઓની સૂચનાને કારણે કેટલીક ટ્રેનો સ્ટેશનમાંથી પસાર થઈ શકતી નથી.
મુસાફરોને વિલંબ અંગે જાણ કરવામાં આવી રહી છે. બોમ્બ ખરેખર મળ્યો હોવાની કે વિસ્ફોટ થયાની કોઈ પુષ્ટિ ઉપલબ્ધ નથી.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
