<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

૩૫ મુસાફરોથી ભરેલી બસ ૧૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી : ૬નાં મોત

ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર ભયાનક અકસ્‍માત

ઋષિકેશ તા.૧૭: ઉત્તરાખંડના ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઈવે પર ગૂલર પાસે સવારે એક મુસાફર બસ પુલ પરથી લગભગ ૧૦૦ મીટર નીચે ખીણમાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ, આ અકસ્‍માત મંગળવારે સવારે લગભગ ૫:૩૦ વાગ્‍યે ગૂલર બજાર નજીક થયો હતો. બસ ઋષિકેશથી શ્રીનગર જઈ રહી હતી. બસમાં લગભગ ૩૦થી ૩૫ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ SDRFની બ્‍યાસી અને ઢાલવાલા પોસ્‍ટની ટીમો પોલીસ સાથે ઘટનાસ્‍થળે પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, લગભગ ૨૦ ઘાયલોને બહાર કાઢીને હોસ્‍પિટલ મોકલવામાં આવ્‍યા છે અને બચાવ કામગીરી ચાલુ છે. હાલ ૫નાં મોતની માહિતી સામે આવી રહી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, મંગળવારે સવારે ડાયલ ૧૧૨ દ્વારા બસ નંબર UK09PA9779 ગૂલર પાસે ખીણમાં ખાબકી હોવાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ મુનિ કી રેતી પોલીસ સ્‍ટેશનની સાથે ગૂલર, શિવપુરી અને બ્‍યાસી ચોકીઓમાંથી પોલીસકર્મીઓ ઘટનાસ્‍થળે જવા રવાના થયા હતા. અકસ્‍માતની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને SDRF, ફાયર સર્વિસ અને એમ્‍બ્‍યુલન્‍સની ટીમોને પણ ઘટનાસ્‍થળે બોલાવવામાં આવી હતી. પોલીસ અને SDRFના જવાનો ખીણમાં ઉતર્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બસ પુલ પરથી લગભગ ૧૦૦ મીટર નીચે ગદેરામાં ખાબકી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્‍ત થઈ ગયો હતો. અકસ્‍માત બાદ મુસાફરોને બહાર કાઢવા માટે પોલીસ અને લ્‍ઝય્‍જ્‍ની ટીમોએ ખીણમાં ઉતરીને બચાવ કામગીરી ચલાવવી પડી હતી. અત્‍યાર સુધીમાં લગભગ ૨૦ ઘાયલોને બહાર કાઢીને એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા હોસ્‍પિટલ મોકલવામાં આવ્‍યા છે. ઘટનાસ્‍થળે SDRFની બ્‍યાસી અને ઢાલવાલા પોસ્‍ટની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. ફાયર સર્વિસના જવાનો પણ પોલીસ અને SDRF સાથે મળીને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.

(10:01 AM IST)