તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
જાતિવાદી અત્યાચારથી કંટાળીને દલિત પરિવારનો મોટો નિર્ણય: સ્વતંત્ર ભારદ્વાજ દ્વારા કરાયેલા નિર્દયી હુમલા બાદ ધર્મપરિવર્તન કરવાની આપી ચીમકી!
દલિત પીડિત પરિવારે ન્યાય ન મળતા હિન્દુ ધર્મ છોડવાની વ્યક્ત કરી ગંભીર ઈચ્છા; વહીવટીતંત્ર અને પોલીસ કાર્યવાહી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી, તા.10: દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને જાતિવાદી માનસિકતાનો વધુ એક કાળો ચહેરો સામે આવ્યો છે. સ્વતંત્ર ભારદ્વાજ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા નિર્દયી હુમલાનો ભોગ બનેલા પીડિત દલિત પરિવારે હવે આખરે હિન્દુ ધર્મ છોડી દેવાનો ગંભીર વિચાર વ્યક્ત કર્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને અસંતોષનો માહોલ સર્જાયો છે.
ન્યાય ન મળતા કંટાળીને લીધો આકરો નિર્ણય
પીડિત પરિવારનો આરોપ છે કે સ્વતંત્ર ભારદ્વાજ દ્વારા તેમની ઉપર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પણ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા યોગ્ય કે સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પરિવાર ભારે ભય અને માનસિક ત્રાસ હેઠળ જીવી રહ્યો છે. સમાજમાં સુરક્ષા અને સન્માન ન મળતા, કંટાળીને પરિવારે જાહેરાત કરી છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ ટૂંક સમયમાં હિન્દુ ધર્મનો ત્યાગ કરશે.
ઘટનાને પગલે સામાજિક અને રાજકીય ગરમાવો
દલિત પરિવાર દ્વારા ધર્મપરિવર્તન કરવાની આપવામા આવેલી આ ચીમકી બાદ સ્થાનિક રાજકારણ અને સામાજિક સંગઠનોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. દલિત અધિકાર સંગઠનોએ પીડિત પરિવારના સમર્થનમાં આવીને આરોપી સ્વતંત્ર ભારદ્વાજ સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરવાની માંગ કરી છે. વહીવટીતંત્ર હાલ પરિવારોને સમજાવવાનો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
