News of Friday, 6th November 2026
દિલ્હીની કંપનીએ કર્મચારીઓને દિવાળી ગિફટમાં આપ્યો iPhone 16
દિવાળી પર દિલ્હીના રોહિણીની એક કંપનીએ કર્મચારીઓને ૭૦ હજારનો iPhone 16 ગિફટમાં આપ્યો : વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ આપી ભારે પ્રતિક્રિયા

નવી દિલ્હી, તા. ૬ : દિવાળીનો તહેવાર નજીક આવતાં જ દરેક કર્મચારીના મનમાં એક જ સવાલ દોડવા લાગે છે કે આ વર્ષે કંપની તરફથી શું ભેટ કે બોનસ મળશે? સામાન્ય રીતે કંપનીઓ બોનસ, મીઠાઈના ડબ્બા કે નાના-મોટા ઉપહાર આપીને તહેવારની ઉજવણી કરતી હોય છે. પરંતુ આ વર્ષે દિલ્હીની એક કંપનીએ પોતાના કર્મચારીઓને ગિફટમાં આઈફોન-૧૬ આપીને સોશિયલ મીડિયા પર ધમાકેદાર ચર્ચા જગાવી દીધી છે. આ કંપની હાલ ઈન્ટરનેટ પર ભારે લોકપ્રિય થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી એક પ્રાઈવેટ કંપનીએ દિવાળીના અવસર પર પોતાના કર્મચારીઓને આヘર્યચકિત કરી દીધા. કંપનીએ કર્મચારીઓને આશરે ૭૦ હજાર રૂપિયાની કિમતનો લેટેસ્ટ iPhone 16 ગિફટ કર્યો છે. કર્મચારીઓને મળેલી આ શાનદાર ભેટની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે.
કંપનીના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં તમામ કર્મચારીઓના લેપટોપની બાજુમાં એક-એક નવો આઈફોન-૧૬ રાખેલો સ્પષ્ટ જોઈ શકાય છે. આ ખુશીમાં મહિલા કર્મચારીઓ પોતાના હાથમાં આઈફોન-૧૬ બતાવીને આનંદ વ્યક્ત કરતી નજરે પડે છે.
એક યૂઝરે મજાકમાં લખ્યું- શું આ કંપનીમાં હજુ કોઈ વેકેન્સી ખાલી છે? તો બીજા એક યૂઝરે લખ્યું- દિવાળી પર આવા વિડિયો જોઈને હવે સોશિયલ મીડિયા ચલાવવાનું મન નથી થતું, કારણ કે બીજાની ગિફટ જોઈને પોતાની હાલત પર ઈર્ષ્યા થવા લાગે છે!
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
