News of Tuesday, 12th May 2026
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં ધરખમ ફેરફાર કરીને પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખ પદેથી મુક્ત કરવામાં આવ્યા: સુનીલ તટકરેને સંગઠનની મુખ્ય જવાબદારી સોંપીને નવા પ્રમુખ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારોના ભાગરૂપે શ્રી પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. પક્ષના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે સુનીલ તટકરે પક્ષના નવા સંગઠનાત્મક માળખામાં મુખ્ય જવાબદારી સંભાળશે અને તેમને પ્રમુખ તરીકેની મહત્વની સત્તાઓ સોંપવામાં આવી છે.
આ ફેરફાર આગામી સમયમાં આવનારી ચૂંટણીઓ અને પક્ષની આંતરિક શિસ્તને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે.
પ્રફુલ પટેલને હવે અન્ય રાષ્ટ્રીય જવાબદારીઓ સોંપવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે નવા નેતૃત્વ હેઠળ પક્ષ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં નવી વ્યુહરચના સાથે આગળ વધવા માટે સજ્જ બન્યો છે. સત્તાવાર રીતે આ ફેરબદલને પક્ષના હિતમાં લેવાયેલું એક મોટું અને અનિવાર્ય કદમ ગણાવવામાં આવ્યું છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
