<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

હરિદ્વારમાં આસ્થાનું પૂર ઉમટ્યું : પુરુષોત્તમ માસ અને પૂર્ણિમાના ત્રિવેણી સંગમે હજારો ભક્તોએ ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી

પુરુષોત્તમ માસ (અધિક માસ) અને પૂર્ણિમાના પવિત્ર સંયોગને પગલે ભક્તિનો મહાસાગર છલકાયો: પ્રખ્યાત 'હર કી પૌડી' ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન અને તર્પણ માટે ઉમટી પડ્યા

તીર્થનગરી હરિદ્વારમાં પુરુષોત્તમ માસ (અધિક માસ) અને પૂર્ણિમાના પવિત્ર સંયોગને પગલે ભક્તિનો મહાસાગર છલકાયો છે, જ્યાં પ્રખ્યાત 'હર કી પૌડી' ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન અને તર્પણ માટે ઉમટી પડ્યા છે. આ ખાસ અવસરે પિતૃમોક્ષ માટે વિધિ-વિધાન કરવા દૂર-દૂરથી આવેલા ભક્તોમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે, અધિક માસમાં પવિત્ર ગંગાજીના દર્શન અને સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી હર હર ગંગેના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા છે.

(9:12 PM IST)