<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

લંડન ભણવા ગયેલી યુવતી પુણેના ફલેટમાં મૃત હાલતમાં મળી આવી

યુવતી ભારત ક્‍યારે પાછી આવી ગઈ તેની પરિવારને જાણ જ ન હતી : લંડનમાં સંપર્ક કપાયા બાદ પરિવારે બેન્‍ક સ્‍ટેટમેન્‍ટ ચેક કર્યાં ત્‍યારે ફૂડ ડિલિવરી ઓર્ડર્સ પરથી તે ભારતમાં હોવાની જાણ થઈ

મુંબઈ,તા.૩૧: લંડનમાં ભણવા ગયેલી પરંતુ પરિવારને જાણ વિના જ ભારતમાં આવી રહેવા લાગેલી ૩૪ વર્ષીય યુવતી પુણેમાં ભાડાંના ફલેટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

છત્રપતિ સંભાજીનગરની મુગ્‍ધા દેશમુખ જુલાઈ ૨૦૨૫માં એમબીએ કરવા માટે લંડન ગઈ હતી. ત્‍યાં તે પાર્ટટાઈમ નોકરી પણ કરી હતી. પરિવારજનો સાથે તે કોલ્‍સ અને મેસેજ દ્વારા સંપર્કમાં હતી.

જોકે, ગત ૨૪મી ઓક્‍ટોબરે તેનો ફોન બંધ થઈ ગયો હતો. તે પછી પિતા અવિનાશ દેશમુખે સ્‍થાનિક પોલીસને આ બાબતે જાણ કરી હતી.

પરિવારે લંડનમાં મુગ્‍ધાની એક મિત્રનો સંપર્ક કર્યો હતો. તેણે પણ કહ્યું હતું કે પોતે ૨૨મી ઓક્‍ટોબરે છેલ્‍લે મુગ્‍ધા સાથે વાત કરી હતી. બાદમાં આ મિત્રએ લંડન પોલીસને જાણ કરી હતી.

ગત ઓગસ્‍ટમાં જ યુકે છોડી ભારત પરત પોલીસે તપાસ બાદ તેને કહ્યું હતું કે મુગ્‍ધા, જતી રહી છે.

આ વાતની જાણ થતાં મુગ્‍ધાના પરિવારે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી તેમની મદદ માગી હતી. દરમિયાન થોડા દિવસો પહેલાં જ મુગ્‍ધાના પિતાએ તેના બેંક સ્‍ટેટમેન્‍ટ પણ તપાસ્‍યા હતાં. તેમાં ૮ થી ૨૫ ઓક્‍ટોબર દરમિયાન ફૂડ ડિલિવરી અને ઓનલાઈન સર્વિસ પ્‍લેટફોર્મ પર અનેક ટ્રાન્‍ઝેક્‍શન જોવા મળ્‍યા હતા. એક ટ્રાન્‍ઝેક્‍શન છત્રપતિ સંભાજીનગરના ઉસ્‍માનપુરા વિસ્‍તારમાંથી થયું હતું. તેના પરથી પરિવારને શંકા ગઈ હતી કે મુગ્‍ધા કદાચ ભારતમાં જ છે. ત્‍યારબાદ પરિવારે છત્રપતિ સંભાજીનગર ક્રાઈમ બ્રાન્‍ચનો સંપર્ક કર્યા હતો.

છત્રપતિ સંભાજીનગર પોલીસે પુણે નજીકના પિપરી ચિચવડમાં ગહુંજેના લોઢા બેલમોન્‍ડો કોમ્‍પ્‍લેક્‍સમાં મુગ્‍ધાનું લોકેશન શોધી કાઢ્‍યું હતું. પોલીસે ચાવી બનાવનારની મદદથી ફલેટમાં પ્રવેશ કયી ત્‍યારે અંદર તે મૃત હાલતમાં મળી આવી હતી.પાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્‍યું કે મુગ્‍ધાએ એપ્રિલમાં એપાર્ટમેન્‍ટ ભાડે લીધું હતું, પરંતુ ઓગસ્‍ટમાં યુકે છોડયા પછી જ ત્‍યાં રહેવાનું શરૂ કર્યું હતું, તેના શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્‍યાં ન હતાં

(10:05 AM IST)