<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

મહત્વના સમાચારોની એક ઝલક

* પહેલા તમારા સૈન્ય મથકોની સુરક્ષા નિશ્ચિત કરો, બીજા દેશોની સુરક્ષા પછી કરજો. બંને દેશો વચ્ચેના યુદ્ધ જેવા માહોલ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામૈનીએ અમેરિકન લશ્કરની ક્ષમતા ઉપર ભારે પ્રહારો કર્યા

* ઓમાનની ખાડીમાં ભારતીય નાગરિકો સાથેના તેલ ટેન્કર ઉપર અમેરિકા દ્વારા કરવામાં આવેલ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોના મોત નીપજ્યા છે તે બારામાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીઓને ફોન કરી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ હુમલા સાંખી નહીં લેવાય તેવું જણાવી સખ્ત વિરોધ દર્શાવ્યો છે

* માર્શલ આઇલેન્ડસના ધ્વજવાળા એક જહાજ ઉપર ઓમાનના અખાતમાં હુમલો થયાનું અને ચાર ભારતીય નાગરિકોના મોત થયાના બિનસત્તાવાર અહેવાલ મળે છે. જહાજ ઉપર ઘણા ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા તેમાના એક ક્રુ મેમ્બરે આ દાવો કર્યો છે. લિયા કી ફ્રીડમ નામનું આ તેલ ટેન્કર છે અને સવારે ઓમાનના દરિયા કાંઠે આવેલ શિનાશ બંદરે પહોંચ્યું છે

* શાંતિ મંત્રણા અને પ્રસ્તાવિત વચગાળાના કરાર લાગુ થયા બાદ જ ઈરાન  બીજા તબક્કામાં અમેરિકા સાથે પરમાણુ શસ્ત્રો અંગે વાટાઘાટો કરશે તેવી જાહેરાત કરી છે

* વડોદરાના ગોત્રી વિસ્તારમાં એમજીવીસીએલની વીજ ડીપી અચાનક રોડ ઉપર તૂટી પડતા બેને ઈજા થઈ છે, અફરાતફરીનો માહોલ મચી ગયેલ 

* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી સાત દિવસ માટે ફ્રાન્સ અને સ્લોવાકિયા દેશના પ્રવાસે જઈ રહ્યા છે 

* અમેરિકાના કહેવાથી ખાસ વિમાન ભરીને ઈરાનને અબજો રૂપિયાનું ફંડ ટ્રાન્સફર કર્યાના દાવાઓ યુનાઇટેડ અરબ અમીરાતે ફગાવી દીધા છે 

* બિહારના પાટનગર પટણાના ડિસ્કોમાન ભવનના ૧૩મા માળે આગ લાગી છે 

* પંજાબમાં ભાજપ કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં, એકલા હાથે ચૂંટણી લડી તમામ ૧૧૭ બેઠકો જીતી જશે તેવો દાવો ભાજપ નેતા પરમિંદર સિંહ બરારે કર્યો

(9:23 AM IST)