તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
સરકારી ફાઈલ એ માત્ર કાગળ નથી, પણ લાખો નાગરિકોની આશા અને જિંદગી છે: યુવા IAS અધિકારીઓને પીએમ મોદીનો ગુરુમંત્ર
‘દરેક નિર્ણયના કેન્દ્રમાં સામાન્ય માણસ હોવો જોઈએ’ - દિલ્હીમાં ૨૦૨૪ બેચના ૧૮૩ તાલીમાર્થી આઈએએસ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીની પ્રેરણાદાયી સંવાદ બેઠક

નવી દિલ્હી:તા. ૨૩ જૂન, ૨૦૨૬:દેશના વહીવટી માળખાને વધુ સંવેદનશીલ અને લોકાભિમુખ બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હી ખાતે ૨૦૨૪ બેચના યુવા આઈએએસ (IAS)
વડાપ્રધાને યુવા ગન્યમાન અધિકારીઓને તાકીદ કરી હતી કે, તેઓ ભવિષ્યમાં જે પણ વહીવટી નિર્ણયો લે, તેના કેન્દ્રમાં હંમેશા સામાન્ય જનતા હોવી જોઈએ. શાસન વ્યવસ્થા માત્ર કાયદાકાનૂનથી નહીં, પરંતુ સહાનુભૂતિશીલ (Empathetic), પ્રતિભાવશીલ અને સમાવેશી (Inclusive) અભિગમથી ચાલવી જોઈએ, જેથી સમાજના છેવાડાના માણસ સુધી સરકારી યોજનાઓનો વાસ્તવિક લાભ પહોંચાડી શકાય. અમલદારશાહીમાં સંવેદનશીલતા હોવી એ લોકશાહીની સૌથી મોટી તાકાત છે, તે વાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વહીવટી તંત્રમાં જોવા મળતી 'સિલોઝ' એટલે કે અલગ-અલગ રહીને કામ કરવાની માનસિકતા (Silos Culture) અંગે પણ ટકોર કરી હતી. તેમણે ઉમેર્યું કે, દેશ સામેના મુખ્ય વિકાસલક્ષી પડકારોને કોઈ એક વિભાગ એકલો રહીને ઉકેલી શકતો નથી. જો જમીની સ્તરે અર્થપૂર્ણ અને કાયમી પરિણામો મેળવવા હોય, તો તમામ સરકારી વિભાગો વચ્ચે પરસ્પર અને અસરકારક સંકલન (Coordination) અત્યંત અનિવાર્ય છે. ૨૦૪૭ના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે આ નવી બેચના યુવા અધિકારીઓ દેશના વહીવટીતંત્રમાં નવો ઉત્સાહ અને આધુનિક વિચારસરણી ફૂંકશે તેવી આશા બેઠકના અંતે વ્યક્ત કરવામાં આવી હતી.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
