તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
નેપાળમાં હરતાલિકા તીજની ભવ્ય ઉજવણી! પશુપતિનાથ મંદિર પરિસરમાં ઉમટ્યો ભક્તોનો દરિયો, પરંપરાગત રંગોમાં રંગાયું કાઠમંડુ
લાલ સાડીઓ અને પરંપરાગત ઘરેણાંમાં સજ્જ હજારો મહિલાઓએ રાખ્યા નિર્જળા ઉપવાસ; અખંડ સૌભાગ્ય અને પરિવારની સુખાકારી માટે ગીતો, નૃત્ય અને વિશેષ પૂજા-અર્ચનાથી ગૂંજી ઊઠ્યું પશુપતિનાથ ધામ

કાઠમંડુ, તા.૧૫: નેપાળભરમાં પવિત્ર 'હરતાલિકા તીજ' નો તહેવાર અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો છે. આ શુભ પ્રસંગે કાઠમંડુમાં બાગમતી નદીના કિનારે આવેલા વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર ખાતે હજારોની સંખ્યામાં મહિલા ભક્તો દર્શનાર્થે ઉમટી પડી હતી. લાલ સાડીઓ, મહેંદી અને પરંપરાગત ઘરેણાંમાં સજ્જ મહિલાઓની ઉપસ્થિતિથી સમગ્ર મંદિર પરિસર જીવંત, રંગબેરંગી અને ભક્તિમય ઉત્સવના વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.
હરતાલિકા તીજનું પવર્વ ભગવાન શિવ અને દેવી પાર્વતીના દિવ્ય મિલનને સમર્પિત છે. નેપાળી પરંપરા મુજબ, પરણિત અને અપરણિત મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય, વૈવાહિક સુખ અને પરિવારની સમૃદ્ધિ માટે કડક ઉપવાસ રાખ્યા હતા. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પૂજા સામગ્રી સાથે ભગવાન પશુપતિનાથના આશીર્વાદ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં મહિલાઓએ સમૂહમાં એકઠા થઈને પરંપરાગત લોકગીતો ગાયા હતા અને ઉત્સાહપૂર્વક નૃત્ય કરીને તહેવારની ઉજવણી કરી હતી.
શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને કાઠમંડુ પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૪,૦૦૦ થી વધુ સુરક્ષાકર્મીઓ અને ૮૫૫ સ્વયંસેવકોને તૈનાત કરવામાં આવ્યા હતા. પશુપતિનાથ મંદિર ખાતે યોજાયેલા આ ભવ્ય મેળાવડાએ સમગ્ર કાઠમંડુ ઘાટીને ભક્તિ અને સાંસ્કૃતિક ચેતનાથી સરોબાર કરી દીધી હતી.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
