તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય ‘રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ઉજવણીઃ ૩૧મીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વિશાળ પરેડ
નાગરિકો માટે નિઃશુલ્ક ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ :૧૦ હજાર જવાનોની પરેડ, વાયુસેનાનો ફ્લાયપાસ્ટ, ૪,૭૦૦ કલાકારોની પ્રસ્તુતિ અને ‘ડોમ સિટી'માં રહેણાક બુકિંગની વિશેષ સુવિધા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ આધુનિક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬'ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અવસરે ૩૧ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.
આ વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડને અત્યંત વિશાળ ફલક પર આયોજિત કરવામાં આવી રહી છે.
પરેડમાં દેશભરના પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે ૧૦,૦૦૦ જવાનો ભાગ લેશે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના આશરે ૪,૭૦૦ કલાકારો દ્વારા સાંસ્કળતિક પ્રસ્તુતિ, ભારતીય વાયુસેના દ્વારા શાનદાર ફ્લાયપાસ્ટ અને વિવિધ બેન્ડ દ્વારા દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.
પરેડનો પ્રારંભ નર્મદા માતાની પ્રતિમાથી થઈને SRP કોલોની નજીક રેપ્લિકા ગાર્ડન ખાતે પૂર્ણ થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીનું ખાસ સંબોધન પણ યોજાશે. જનભાગીદારી વધારવાના હેતુથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય નાગરિકોને પરેડના સાક્ષી બનવાની અનમોલ તક પૂરી પાડવામાં આવી છે.
આ માટે વિશેષ વેબસાઈટ https://www. rashtriyaektadiwas. com લોન્ચ કરવામાં આવી છે. નાગરિકો પોર્ટલ પર જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરીને ‘વહેલા તે પહેલા'ના ધોરણે નિઃશુલ્ક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે, જે બાદ ઓથોરિટી દ્વારા ઈ-મેઈલ મારફતે કન્ફર્મેશન એન્ટ્રી પાસ મોકલવામાં આવશે.
આ ઉપરાંત, રાષ્ટ્રીય એકતા દિવસ અને તા. ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન યોજાનાર ‘ભારત પર્વ-૨૦૨૬'માં આવનારા પ્રવાસીઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા ૨૯ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન એકતા નગર ખાતે વિશેષ ‘ડોમ સિટી' વિકસાવીને રહેણાક બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ નાગરિકોને આ ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય ઉત્સવમાં સહભાગી થવા અને વેબસાઈટ પર નિઃશુલ્ક નોંધણી કરાવવા માટે ભાવભરી અપીલ કરી છે
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
