<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

સાવરકુંડલા માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણઃ રતિલાલ બોરિસાગરને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી પુરસ્કાર એનાયત

 

સાવરકુંડલાઃ સાવરકુંડલા કાંઠા વિસ્તાર માટે આજનો દિવસ સ્વર્ણ અક્ષરોમાં લખાય એવો ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બની રહ્યો છે. સાવરકુંડલાના જાણીતા સમાજસેવી અને શિક્ષણવિદ્ આદરણીય રતિલાલ બોરિસાગર ે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં  રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  અને કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.  રતિલાલ બોરિસાગરનેે સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉમદા અને અવિરત યોગદાન બદલ દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમના સન્માનથી સમગ્ર સાવરકુંડલા પંથક સહિત સમગ્ર ગુજરાતમાં ગર્વ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.

સાવરકુંડલા કાંઠાના નાગરિકોએ આ ઐતિહાસિક ક્ષણને વધાવી લેતા જણાવ્યું હતું કે  રતિલાલ બોરિસાગરને મળેલું આ સન્માન સમગ્ર વિસ્તારનું સન્માન છે. સૌ નાગરિકોએ ઈશ્વરને પ્રાર્થના કરી છે કે આદરણીય બોરિસાગરે વધુ ને વધુ નિરોગી અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને તેઓ સમાજસેવાના કાર્યોમાં સતત આગળ વધતા રહે. (તસ્વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી- સાવરકુંડલા)

(10:48 AM IST)