<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ઇઝરાયલમાં નેતન્‍યાહુની સત્તા સામે મોટો પડકારઃ ગાડી આઇઝનકોટને ૬૭ સાંસદોનું સમર્થન, નેતન્‍યાહુને માત્ર ૪૬નો ટેકો

પ્રેસિડેન્‍ટ આઇઝેક હર્ઝોગે કાલે રવિવારે નવી સરકાર રચવા કોને આમંત્રણ આપવું તેનો નિર્ણય લેશેઃ રાજકીય ઉથલપાથલ વચ્‍ચે સત્તાપલટાની શક્‍યતા

જેરુસલેમ, તા. ૭: ઇઝરાયલમાં તાજેતરની સંસદીય ચૂંટણી બાદ વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહુની સત્તા સામે મોટો રાજકીય પડકાર ઊભો થયો છે. દેશની ૧૨૦ સભ્‍યોની સંસદમાં વિરોધપક્ષના નેતા અને ભૂતપૂર્વ સૈન્‍ય વડા ગાડી આઇઝનકોટને ૬૭ સાંસદોએ નવી સરકાર રચવા માટે ભલામણ કરી છે, જ્‍યારે વર્તમાન વડાપ્રધાન નેતન્‍યાહુને માત્ર ૪૬ સાંસદોએ સમર્થન આપ્‍યું છે. બાકીના સાત સભ્‍યોએ કોઈ ઉમેદવારની ભલામણ કરી નથી.

રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે જણાવ્‍યું છે કે વિવિધ રાજકીય પક્ષો વચ્‍ચે મતભેદો હોવાથી સૌથી વધુ ભલામણ મેળવનાર નેતા સરકાર રચી જ શકશે તે નિヘતિ નથી. રાષ્ટ્રપતિ હવે રવિવાર, ૮ નવેમ્‍બરે સરકાર રચવાની જવાબદારી કોને સોંપવી તેનો નિર્ણય જાહેર કરશે.

આઇઝનકોટને આરબ પક્ષોનું પણ સમર્થન મળ્‍યું છે. જોકે સરકાર રચવા માટે મળેલી ભલામણો અને સંસદમાં વિશ્વાસમત માટે મળનારા ટેકા વચ્‍ચે તફાવત છે. આથી બહુમતીની સરકાર રચવા માટે વિવિધ પક્ષો વચ્‍ચે સમજૂતી કરવી પડશે. ત્‍યાં સુધી નેતન્‍યાહુ કાર્યકારી વડાપ્રધાન તરીકે ચાલુ રહેશે.

(10:03 AM IST)