હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોશિંગ્ટનમાં ગ્રોસરી સ્ટોર ચલાવતા દેસીએ $600kનું ફુડ સ્ટેમ્પ કૌભાંડ આચર્યુ
કૌભાંડ કર્યા બાદ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવાને બદલે ઈન્ડિયા નાસી ગયેલા મનજિતને ઈન્ડિયામાં અરેસ્ટ કર્યા બાદ અમેરિકા લઈ જવાયો

વોશિંગ્ટન,તા.૨૧: યુએસમાં ગ્રોસરી સ્ટોર ચલાવતા અમુક દેસીઓ વધારે કમાણી કરવા માટે જાતભાતના કૌભાંડ કરતા હોય છે અને જો આમ કરતા પકડાઈ જાય તો તેમને જેલમાં જવાની નોબત પણ આવતી હોય છે. આવા જ એક કેસમાં છ લાખ ડોલરનું ફુડ સ્ટેમ્પ કૌભાંડ કરીને ઈન્ડિયા નાસી ગયેલા એક દેસીની અમેરિકાની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મનજિત સિઘ બેદી નામોન આ શખસ સપ્ટેમ્બર મહિનામાં જ ઝડપાઈ ગયો હતો અને તેને તાજેતરમાં જ અમેરિકા લાવવામાં આવ્યો છે. FBIના કહેવા પર પંજાબની જાલંધર પોલીસે મનજિતની ધરપકડ કરી હતી.
મનજિતનો ભાંડો ફુટ્યો તેના ચાર મહિના બાદ તે ઈન્ડિયા ભાગી ગયો હતો, અમેરિકાની કોર્ટ જેમના પર ફલાઈટ રિસ્ક હોય તેમને બોન્ડ નથી આપતી હોતી. જોકે, મનજિતને કોર્ટમાં હાજર રહેવાની સાથે તપાસમાં સહકાર આપવાની શરતે છોડવામાં આવ્યો હોવા છતાંય તે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાને બદલે અમેરિકાની સરકારની આંખમાં ધૂળ નાખી ઈન્ડિયા જતો રહ્યો હતો. તેને કદાચ એમ હતું કે ઈન્ડિયા પહોંચી ગયા બાદ અમેરિકા તેનું કશુંય નહીં બગાડી લે પરંતુ તેની આ ગણતરી ખોટી સાબિત થઈ છે અને હવે તેના માટે કેસ પૂરો ના થાય ત્યાં સુધી બોન્ડ પર છૂટવું પણ મુશ્કેલ થઈ ગયું છે.
અમેરિકામાંથી ગાયબ થઈ ગયેલા મનજિતને જ્ગ્ત્ના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં મૂકી દેવાયા બાદ તેની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. યુએસની બહાર નીકળતા તમામ લોકોનો રેકોર્ડ રહેતો હોવાથી આ સ્કેમર ક્યાં ભાગી ગયો છે તેનો પતો લગાવવો અમેરિકાની સરકાર માટે ડાબા હાથનો ખેલ હતો. જ્ગ્ત્એ તેની શોધખોળ શરૂ કરી તેના ગણતરીના દિવસોમાં જ તે ઈન્ડિયામાં હોવાનું કન્ફર્મ થતાં તેને લોકલ પોલીસ દ્વારા અરેસ્ટ કરાવી ઈન્ડિયા પાછા લાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જ્ગ્ત્ દ્વારા ત્રણ મહિના પહેલા જ છ મોસ્ટ વોન્ટેડ લોકોનું એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં મનજિતનો પણ સમાવેશ થતો હતો. તેના પર ૨૦૨૪થી ૨૦૨૫ના ગાળામાં અમેરિકાની સરકાર સાથે છ લાખ ડોલરનું SNAP ફ્રોડ કરવાનો આરોપ છે.
મનજિતની જેમ અત્યારસુધી ઘણા દેસીઓ ફુડ સ્ટેમ્પ સ્કેમ કરતા હતા જેમાં ઈલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર એટલે કે EBT કાર્ડ પર ફેક ફુડ પરચેઝ બતાવી કાર્ડ હોલ્ડરને અડધા પૈસા આપવામાં આવતા હતા. SNAP પ્રોગ્રામના બેનિફિશિયરીના અકાઉન્ટમાં દર મહિને અમુક ડોલર જમા થતા હોય છે જેમાંથી તેઓ ખાવા-પીવાની અમુક સિલેક્ટેડ વસ્તુઓ ખરીદી શકે છે. ઓછી આવક ધરાવતા લોકોને અમેરિકાની સરકાર આ સ્કીમ હેઠળ ખાવા-પીવાની વસ્તુ ખરીદવા માટે પૈસા આપતી હોય છે.
વોશિગ્ટનના કેન્ટમાં રહેતો મનજિત બેદી ટાકોમામાં એશિયન ગ્રોસરી સ્ટોર ચલાવતો હતો. આ સ્કેમ હેઠળ તેણે માર્ચ ૨૦૨૪થી જૂન ૨૦૨૫ના ગાળામાં છ લાખ ડોલરનું કૌભાંડ કર્યું હતું. ફુડ સ્ટેમ્પ પ્રોગ્રામનો અમલ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર દ્વારા કરાવાય છે જેના ઈન્સપેક્ટર જનરલ જ્હોન વોકે મનજિતના કૌભાંડ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે એશિયન ગ્રોસરી સ્ટોર ચલાવતો આ શખસ મની લોન્ડરિગ ઓપરેશનની માફક પોતાના આર્થિક લાભ ખાતર જરૂરિયાતમંદ લોકોના કાર્ડ સ્વાઈપ કરી તેમને અડધા પૈસા આપી બાકીની રકમ પોતાની પાસે રાખી લેતો હતો.
મનજિત પર એપ્રિલ ૨૦૨૬ની શરૂઆતમાં વાયર ફ્રોડ અને SNAP બેનિફિટ્સ ફ્રોડના ચાર્જિસ લગાવવામાં આવ્યા હતા અને એપ્રિલ ૨૨ના રોજ તેણે પોતાનો ગુનો કબૂલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ગંભીર ગુનો કર્યો હોવા છતાંય કોર્ટના આદેશથી તેને રિલીઝ કરાયો હતો પરંતુ તેનો ગેરફાયદો ઉઠાવી તે અમેરિકાથી કેનેડા અને ત્યાંથી ઈન્ડિયા ભાગી ગયો હતો. તેની સામે મે ૨૧ના રોજ ફેડરલ અરેસ્ટ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. તેની માહિતી આપનારા કોઈપણ શખસને દોઢ લાખ ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
મનજિત હાલ વોશિગ્ટન સ્ટેટમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે અને સરકારી વકીલે તેને ટ્રાયલ શરૂ ના થાય ત્યાં સુધી જેલમાંથી ના છોડવા માટે પણ કોર્ટમાં રજૂઆત કરી છે. અમેરિકામાં ફેડરલ ક્રાઈમ કરનારા માટે કોઈપણ પ્રકારનો ઈમિગ્રેશન બેનિફિટ મેળવવું લગભગ અશક્ય બની જાય છે. મનજિતનું ઈમિગ્રેશન સ્ટેટસ શું હતું તેની કોઈ માહિતી FBI દ્વારા શેર કરવામાં નથી આવી, પરંતુ જો તે ગ્રીન કાર્ડ હોલ્ડર હશે તો હવે તેનું ડિપોર્ટેશન પાક્કું છે અને જો સિટીઝન બનતા પહેલા તેણે આ કૌભાંડ કર્યું હશે તો તેની સામે ડીનેચરલાઈઝેશનની કાર્યવાહી પણ કરી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
