તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
કૂટનીતિનો નવો અધ્યાય: 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનનો સાથ આપનાર અઝરબૈજાન શું હવે ભારત સાથે સુધારશે સંબંધો?
SCO સમિટમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ વચ્ચેની મુલાકાતથી મધ્ય એશિયાના રાજકારણમાં ગરમાવો; આર્મેનિયા-પાકિસ્તાન સમીકરણો વચ્ચે સંબંધો પરનો બરફ ઓગળવાના સંકેત

નવી દિલ્હી, તા.૦૨: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય મુલાકાતે વૈશ્વિક કૂટનીતિમાં નવો વળાંક આપ્યો છે. કોઈ સીધી દુશ્મનાવટ ન હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે સર્જાયેલી ખટાશ અને તણાવને દૂર કરવાના સંકેતો આ બેઠકમાંથી મળી રહ્યા છે. મુલાકાત બાદ બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર દ્વિપક્ષીય મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ હોવાની પુષ્ટિ કરી હતી.
ભારત અને અઝરબૈજાન વચ્ચેના સંબંધોમાં મુખ્ય પડકાર એ રહ્યો છે કે બંને દેશો એકબીજાના વિરોધી દેશો સાથે ગાઢ મિત્રતા ધરાવે છે. નાગોર્નો-કારાબાખ વિવાદમાં પાકિસ્તાન અને તુર્કીએ અઝરબૈજાનનો ખુલ્લેઆમ સાથ આપ્યો હતો, જેના જવાબમાં અઝરબૈજાને પણ ભૂતકાળમાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનનું સમર્થન કરીને ભારતના આતંકવાદ વિરોધી પ્રહારની નિંદા કરી હતી. બીજી તરફ, ભારતના આર્મેનિયા સાથેના સંબંધો પણ સતત મજબૂત થઈ રહ્યા છે.
SCO સભ્યપદની અટક અટકાયત અને વલણમાં ફેરફાર
પાકિસ્તાન સાથેની અઝરબૈજાનની નિકટતા સામે ભારતે કડક વલણ અપનાવતા SCOમાં પૂર્ણ સભ્યપદ માટેના અઝરબૈજાનના પ્રસ્તાવને અટકાવી દીધો હતો. ભારતના આ કૂટનીતિક વળતા પ્રહાર બાદ રાષ્ટ્રપતિ અલીયેવના વલણમાં નરમાશ જોવા મળી રહી છે.
પરિણામે, માર્ચ-એપ્રિલ ૨૦૨૬ માં જ્યારે અમેરિકી હુમલા બાદ ઈરાનમાં ભારતીયો ફસાયા હતા, ત્યારે અઝરબૈજાને જમીની માર્ગે ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી હતી. ચાર વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે બેઠક યોજાઈ હતી, જે દર્શાવે છે કે અઝરબૈજાન હવે ભારત સાથેના સંબંધોને પરસ્પર હિતોના આધારે પુનઃસ્થાપિત કરવા આતુર છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
