તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
કોવિડ-૧૯નો નવો ખતરનાક વેરિઅન્ટ 'PJ.2.1' કેનેડાથી અમેરિકા અને યુરોપમાં ફેલાયો, વૈશ્વિક સ્તરે ચિંતા વધી
ઓન્ટારિયોમાં મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ટેન્શન વધાર્યું, સ્પાઇક પ્રોટીનમાં બદલાવથી ઝડપથી ફેલાવાની શંકા

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૦માં વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવનાર કોવિડ-૧૯ વાયરસનો એક નવો અને ખતરનાક પ્રકાર (વેરિઅન્ટ) 'PJ.2.1' હાલ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ નવો વેરિઅન્ટ ઉત્તર અમેરિકા સહિત વિશ્વના અન્ય ભાગોમાં ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યો છે, જેના કારણે વૈશ્વિક આરોગ્ય એજન્સીઓ અને તબીબી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સૌપ્રથમ વખત મે ૨૦૨૬માં કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઓળખવામાં આવેલો SARS-CoV-2 નો આ નવો પ્રકાર ટૂંક સમયમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને એશિયાના કેટલાક ભાગો સુધી પહોંચી ગયો છે. આ ઝડપી પ્રસારના કારણે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે કે શું આ નવો વેરિઅન્ટ ચેપના બીજા મોટા મોજાને આમંત્રણ આપી શકે છે અને આપણી હાલની રોગપ્રતિકારક શક્તિ તેના સામે રક્ષણ આપવા સક્ષમ છે કે નહીં.
આ નવા વેરિઅન્ટની ખતરનાકતા અંગે વાત કરીએ તો, તેમાં 'સ્પાઇક પ્રોટીન'માં બહુવિધ પરિવર્તનો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્પાઇક પ્રોટીન એ કોરોનાવાયરસનો તે મુખ્ય ભાગ છે જે વાયરસને માનવ કોષોમાં સરળતાથી પ્રવેશવામાં મદદરૂપ બને છે અને સંક્રમણ ફેલાવે છે.
જો કે, 'જર્નલ ઓફ ઇન્ફેક્શન' માં પ્રકાશિત થયેલા પ્રારંભિક સંશોધનો સૂચવે છે કે તેના ઝડપી ફેલાવા પાછળનું મુખ્ય કારણ સંભવતઃ એ છે કે તે માનવ શરીરના 'ACE2 રીસેપ્ટર' સાથે વધુ મજબૂત રીતે જોડાઈ જાય છે. વૈજ્ઞાનિકો આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આગામી દિવસોમાં આરોગ્ય માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી શકે છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
