<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ગાંધીનગરમાં પર્યાવરણ અને જળ સંચયના ક્ષેત્રે એક નવી ક્રાંતિનો થયો આરંભ :અમિતભાઇ શાહના હસ્તે 'આનંદમ્' જેડવા તળાવનું લોકાર્પણ

યોજના હેઠળ કુલ 162 ગામોના 1,349 તળાવોને એકબીજા સાથે જોડવામાં આવશે, જેના પ્રથમ તબક્કામાં 119 તળાવોનું જોડાણ કરી દેવામાં આવ્યું

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પર્યાવરણ અને જળ સંચયના ક્ષેત્રે એક નવી ક્રાંતિનો આરંભ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે 'આનંદમ્' જેડવા તળાવનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અઢી વર્ષ પૂર્વે અમિતભાઈ  શાહ દ્વારા જ આ તળાવના વિકાસ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું હવે રૂ. 18 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તળાવની આસપાસના ગાર્ડનમાં અનેકવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, ઉપરાંત તળાવની મધ્યમાં નાના ટાપુ બનાવી પશુ-પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભામાં તળાવોને સજીવન અને ઇન્ટરલિંક કરવાનું મહત્વાકાંક્ષી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રીન કવરેજ  8% થી વધારીને 16% સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

 

 

આ યોજના હેઠળ કુલ 162 ગામોના 1,349 તળાવોને એકબીજા સાથે જોડવામાં આવશે, જેના પ્રથમ તબક્કામાં 119 તળાવોનું જોડાણ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી ભૂગર્ભ જળસ્તર  ઊંચા આવશે, જેનો સીધો લાભ ખેતી અને પશુધન માટે  પાણીની ઉપલબ્ધતા વધારવામાં થશે.

 

 

અમિતભાઈ શાહે વડસરમાં કવિ નર્મદ વાંચનાલય, જલુંદમાં કવિ દલપતરામ વાચનાલય અને સરઢવમાં ગોવર્ધનરામ ત્રિપાઠી વાંચનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.

(1:34 PM IST)