<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

બંગાળની ખાડીમાં ફરી એક નવી સીસ્‍ટમ મજબુત બની રહી છે

અર્નબની તબાહી હજુ પુરી થઇ નથી ત્‍યાં જ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોઇ વરસાદી સંભાવના નથી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ  તા. ર૯, અર્નલ વાવાઝોડાનો ટ્રેક ઉતર તરફ હોય, ગુજરાતના પૂર્વ-દક્ષિણ-ગુજરાત રીઝનમાં કયાંક કયાંક છૂટો છવાયો વરસાદ કદાચ થાય તેવી સંભાવના વચ્‍ચે સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં કોઇ વરસાદી સંભાવના આઇએઅમડી મેપ્‍સમાં જોવા મળતી નથી.

‘અર્નલ' ની લેન્‍ડફોલની ગતિ ધ્‍યાન ખેંચનારી બની હતી.ગઇકાલે, તા.ર૮ ની રાત્રે બે વાગ્‍યાથી છેક સવારે ૮ વાગ્‍યા સુધી લેન્‍ડફોલની લાંબી પ્રક્રિયા ચાલી હતી. વાવાઝોડાના ઇતિહાસમાં આવુ જુજ જ બનતું હોય છે. સમુદ્ર થી આંધ્રની તટીય જમીન પરતો અર્નબ ખૂબ ઝડપથી આવ્‍યુ પણ લેન્‍ડફોલ દરમ્‍યાન ખૂબ ધીમી-સ્‍લો મોશનગતિએ આગળ વધ્‍યુ઼઼ હતું.

ઓકટોબર હવે પૂરો થવા પર છે પછી નવેમ્‍બર માસ શરૂ થશે, આ મહિનાઓ દરમીયાન બંગાળની ખાડી-અરબ સાગરમાં વધુ વાવાઝોડા ઉદ્દભવતા હોય છે જે મુજબ અર્નબની તબાહી હજુ યથાવત જ છે. ત્‍યાંજ ંબંગાળની ખાડી સ્‍થિત આંદામાન-નિકોબાર ખાતે એક ફરી નવી સીસ્‍ટમ તૈયાર થઇ રહી છે. આઇએમડી અનુસાર હવે થોડા સમયમાંજ આ સીસ્‍ટમ લો-પ્રેશરમાં તબદીલ થઇ વધુ મજબુત બનશે.

આઇએમડીના ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં જોવા મળે છે તે અનુસાર આ સીસ્‍ટમનો ટ્રેક ઉત્તર પヘમિ તરફ હોઇ, પહેલી નવેમ્‍બરે આ સીસ્‍ટમ સિકકીમમાં ભારે વરસાદ વરસાવશે. આ સીસ્‍ટમ ડીપ્રેશન બાદ ડીપ-ડીપ્રેસન કે પછી ઓછી તાકાતવાળુ વાવાઝોડું બનશે ? તે સ્‍પષ્‍ટ નથી. આઇએમડી દ્વારા તેની હજુ કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

(11:29 AM IST)