તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
પાસપોર્ટ માત્ર મુસાફરી દસ્તાવેજ નાગરિકતા સાબિત કરતો પુરાવો નહીં
વિદેશ મંત્રાલયની સ્પષ્ટતાથી નાગરિકતાનો પુરાવો ક્યો તેની ચર્ચા છેડાઈ : સરકાર આધાર, વોટર કાર્ડ પણ નાગરિકતાનો નિર્ણાયક દસ્તાવેજ માનતી નથી

નવી દિલ્હી તા.૨૫: સામાન્ય રીતે માત્ર ભારતના નાગરિકોને ભારતીય પાસપોર્ટ આપવામાં આવે છે, જોકે વિદેશ મંત્રાલય (MEA) એ હવે સ્પષ્ટતા કરી છે કે પાસપોર્ટ નાગરિક્તા સાબિત કરતો દસ્તાવેજ નથી. પાસપોર્ટ સેવા દિવસની ૧૪મી વર્ષગાંઠના અવસરે મંત્રાલયે આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
જોકે આ નિવેદન પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે કે આખરે નાગરિકતાનો નિર્ણાયક પુરાવો કયો દસ્તાવેજ ગણાય. આ એક એવો મુદ્દો છે, કે જેના અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી સ્પષ્ટ અને સર્વસ્વીકાર્ય જવાબ
આપ્યો નથી. બુધવારે પ્ચ્ખ્એ જણાવ્યું હતું કે પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ છે, જેસરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવા માટે જારી કરવામાં આવે છે. એટલે કે માત્ર પાસપોર્ટ ધરાવવાથી નાગરિક્તા સાબિત થતી નથી. આ બાબત થોડી વિસંગતતા પણ દર્શાવે છે, કારણ કે પાસપોર્ટ તો માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને દેશના નાગરિક ન હોય તેવા લોકોને દેશને પાસપોર્ટ મળતો નથી. હકીકતમાં પાસપોર્ટ મળવાનો અર્થ એ પણ નથી કે તે તમારી માલિકીની સંપત્તિ છે. પાસપોર્ટના પાછળના કવરમાં સ્પષ્ટ લખેલું હોય છે. કે તે ભારત સરકારની મિલક્ત છે અને સરકાર આદેશ આપે ત્યારે તેને પરત સોંપવો પડશે. આ વર્ષની શરૂઆતમાં મતદાર યાદીની વિશેષ સયન સુધારા (SIR) અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે આધાર કાર્ડ નાગરિતાનો અંતિમ પુરાવો નથી. તે માત્ર ઓળખનો દસ્તાવેજ છે. તે જ રીતે મતદાર ઓળખપત્રને પણ નાગરિકતાનો દસ્તાવેજ માનવામાં આવતો નથી. તે મુખ્યત્વે ઓળખ અને રહેઠાણનો પુરાવો છે. ભારતના નાગરિકતા કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧ જુલાઈ, ૧૯૮૭ પહેલાં ભારતમાં થયોહોયતો તે જન્મથી ભારતીય નાગરિક ગણાય છે. જો કોઈ વ્યક્તિનો જન્મ જુલાઈ ૧૯૮૭ પછી થયો હોય, તો તેના માતા કે પિતા પૈકી કોઈ એક ભારતીય નાગરિક હોય તો તે નાગરિકતા મેળવી શકે છે
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
