<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

મહારાષ્ટ્રના નાંદેડ-લાતુર રોડ પર આવેલા એક વર્ષ પહેલાં બનેલા ફ્લાયઓવરનો એક હિસ્સો અચાનક ધરાશાયી

બ્રિજનો કાટમાળ નીચે પડતાં ત્યાંથી પસાર થતા કેટલાક વાહનચાલકો માંડમાંડ બચી ગયા

મહારાષ્ટ્રના નાંદેડ-લાતુર રોડ પર આવેલા એક વર્ષ પહેલાં બનાવાયેલા ફ્લાયઓવરનો એક હિસ્સો અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી હતી. બ્રિજનો કાટમાળ નીચે પડતાં ત્યાંથી પસાર થતા કેટલાક વાહનચાલકો માંડમાંડ બચી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વિસ્તારને સુરક્ષિત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:30 PM IST)