<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

દિલ્‍હીમાં પ્રવેશતા જ રૂ.૪,૦૦૦ સુધીની રસીદ આપવામાં આવશે

પ્રદૂષણ ઘટાડવા માટે કોમર્શીયલ વાહનો સામે મોટી કાર્યવાહી : સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ, દિલ્‍હી સરકારે રાજધાનીમાં પ્રવેશતા કોમર્શીયલ વાહનો પર ECC ફીમાં વધારો કરતી સૂચના જારી કરી

નવી દિલ્‍હી,તા.૩૦:   દિલ્‍હીમાં પ્રવેશતા વાણિજ્‍યિક વાહનોએ હવે વધુ ફી ચૂકવવી પડશે. દિલ્‍હીમાં પ્રવેશવા માટે પર્યાવરણીય વળતર સેસ વધારવામાં આવ્‍યો છે. વિવિધ શ્રેણીના વાણિજ્‍યિક વાહનો માટે ફી રૂ.૬૦૦ થી રૂ.૧,૪૦૦ સુધી વધારી દેવામાં આવી છે. ECC દર હવે દર વર્ષે ૫% વધશે. આ સૂચના જારી કરવામાં આવી છે, અને નવો નિયમ અમલમાં આવ્‍યો છે.

ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, CAQM એ સૂચવ્‍યું હતું કે ચ્‍ઘ્‍ઘ્‍ લાંબા સમયથી વધારવામાં આવ્‍યો નથી. પરિણામે, ઘણા વાણિજ્‍યિક વાહનો હવે વેસ્‍ટર્ન પેરિફેરલ એક્‍સપ્રેસવેને બદલે દિલ્‍હી રૂટનો ઉપયોગ કરી રહ્યા છે. ECC ફીમાં વધારો લોકોના ખિસ્‍સા પર નોંધપાત્ર અસર કરી શકે છે.

કેટેગરી ૨ (હળવા વાણિજ્‍યિક વાહનો) અને કેટેગરી ૩ (બે-એક્‍સલ ટ્રક) માટે ECC રૂ.૧,૪૦૦ થી વધારીને રૂ.૨,૦૦૦ કરવામાં આવ્‍યું છે.

કેટેગરી ૪ (ત્રણ-એક્‍સલ ટ્રક) અને કેટેગરી ૫ (ચાર કે તેથી વધુ એક્‍સલ ટ્રક) માટે ECC રૂ.૨,૬૦૦ થી વધારીને રૂ.૪,૦૦૦ કરવામાં આવ્‍યું છે.

સુધારેલ ECC માત્ર આવક વધારવાનો ઉપાય નથી, પરંતુ એક મજબૂત પર્યાવરણીય અવરોધક પણ છે. તેનો ઉદ્દેશ્‍ય પ્રદૂષિત વાણિજ્‍યિક વાહનો, ખાસ કરીને ડીઝલથી ચાલતા વાહનોના બિનજરૂરી પ્રવેશને ઘટાડવાનો છે.

ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી, ખાલી બે-એક્‍સલ ટ્રકને દિલ્‍હીમાં પ્રવેશવા માટે MCD અને ECC (પર્યાવરણ વળતર ચાર્જ) સાથે રૂ.૭૦૦ ચૂકવવા પડતા હતા. આ ટ્રકને હાલમાં પૂર્વીય એક્‍સપ્રેસવે પર રૂ.૧૦૦૫ અને પヘમિ એક્‍સપ્રેસવે પર રૂ.૯૪૫ નો ટોલ ટેક્‍સ ચૂકવવો પડે છે. આ તફાવત હવે નવા દરો સાથે દૂર થશે. ઓલ ઈન્‍ડિયા મોટર એન્‍ડ ગુડ્‍સ ટ્રાન્‍સપોર્ટ એસોસિએશને ECCમાં વધારાનો વિરોધ કર્યો છે.

૨૦૧૫ માં સ્‍થાપિત ECC એ સમય જતાં તેની અસરકારકતા ગુમાવી દીધી હતી.

ઉદ્દેશ્‍ય પ્રદૂષક વાહનો, ખાસ કરીને ડીઝલ વાહનોના પ્રવેશને ઘટાડવાનો છે.

ટ્રાન્‍સપોર્ટર્સને સ્‍વચ્‍છ અને ઓછા પ્રદૂષક વિકલ્‍પો અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરવા.

સુપ્રીમ કોર્ટે એવો પણ નિર્દેશ આપ્‍યો છે કે દિલ્‍હી માટે જરૂરી ન હોય તેવા ભારે વાહનોએ રાજધાનીમાં પ્રવેશવાને બદલે એક્‍સપ્રેસવેનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી પ્રદૂષણ અને ટ્રાફિક બંનેમાં ઘટાડો થશે. ECCમાં વધારાથી દિલ્‍હીમાં બિનજરૂરી રીતે પ્રવેશતા પ્રદૂષક વાહનોની સંખ્‍યામાં ઘટાડો થવાની અપેક્ષા છે, જેનાથી રાજધાનીની હવા સાફ કરવામાં મદદ મળશે.

ECCમાં વધારાથી લોકોના ખિસ્‍સા પર અસર પડી શકે છે. ખાદ્યપદાર્થો, પીણાં અથવા અન્‍ય વસ્‍તુઓ વહન કરતા કોઈપણ વાહનને હવે રાજધાનીમાં પ્રવેશતી વખતે વધુ ચૂકવણી કરવી પડશે. આ વધેલો ચાર્જ સામાન્‍ય માણસના ખિસ્‍સા પર નાખી શકાય છે, જેનાથી વસ્‍તુઓ વધુ મોંઘી બનશે

(10:15 AM IST)