<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

આરા જંકશન પર મહાનંદા એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરતા ભીષણ અકસ્માત: દિલ્હી-હાવડા રેલ વ્યવહાર ઠપ્પ

વહેલી સવારે એન્જિન સાથે જોડાયેલા બે જનરલ કોચ ઉતરી જવાથી મચી દોડધામ; દાનાપુર ડિવિઝનની ટેકનિકલ ટીમ દ્વારા ટ્રેક સુધારણા કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

આરા : દાનાપુર રેલ્વે ડિવિઝન હેઠળના બિહારના આરા જંકશન પર રવિવારે વહેલી સવારે ૪:૧૦ વાગ્યાની આસપાસ ન્યુ જલપાઇગુડી-કટિહારથી નવી દિલ્હી જતી મહાનંદા એક્સપ્રેસના એન્જિનને અડીને આવેલા બે જનરલ કોચ પશ્ચિમ ક્રોસિંગ નજીક અચાનક પાટા પરથી નીચે ઉતરી જતા મુસાફરોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી.

આ અકસ્માતના કારણે દેશના અત્યંત વ્યસ્ત ગણાતા દિલ્હી-હાવડા મુખ્ય રેલ માર્ગ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, જેના પગલે રેલવે વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને દાનાપુર કંટ્રોલ સ્ટેશનથી તુરંત જ એક વિશેષ ટેકનિકલ ટીમ તથા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

રેલવેના સત્તાવાર સૂત્રો અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્ટેશનના ૫૯૩ કિલોમીટર ૯A પિલર પાસે બનેલી આ ઘટના બાદ તરત જ બચાવ અને તકનીકી કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી પાટા પરથી ઉતરી ગયેલા કોચને દૂર કરીને ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રાખી શકાય અને અન્ય રૂટની ટ્રેનોનું સંચાલન વ્યવસ્થિત કરી શકાય.

હજુ સુધી આ અકસ્માત સર્જાવા પાછળનું ચોક્કસ ટેકનિકલ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ રેલ્વે તંત્ર દ્વારા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ટ્રેકનું સમારકામ તથા ડબ્બા ખસેડવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેન વ્યવહાર ઝડપથી પૂર્વવત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

(10:50 AM IST)