<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનનો સંકેત: મમતા બેનર્જીનો નવ મિનિટનો વિદાય વીડિયો ચર્ચામાં

વીડિયોમાં તેઓ ‘દુઆઓમાં યાદ રાખજો’ જેવો ભાવ વ્યક્ત કરી રહ્યા છે, જેને અનેક રાજકીય વિશ્લેષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ એક વિદાય વીડિયો સમાન ગણાવી રહ્યા છે.

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે. બંગાળમાં ત્રાણું ટકા જેટલું જંગી મતદાન થયા બાદ ઇવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં કેદ છે, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની ચિંતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સ્ટ્રોંગ રૂમ પાસે ત્રણ કલાક સુધી સતત આંટાફેરા મારવા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવ મિનિટનો એક લાંબો વીડિયો જાહેર કરવો, તે રાજકીય વર્તુળોમાં સત્તા પરિવર્તનના મોટા સંકેત તરીકે જોવાઈ રહ્યો છે.

આ વીડિયોમાં તેઓ ‘દુઆઓમાં યાદ રાખજો’ જેવો ભાવ વ્યક્ત કરી રહ્યા છે, જેને અનેક રાજકીય વિશ્લેષકો અને સોશિયલ મીડિયા યુઝર્સ એક વિદાય વીડિયો સમાન ગણાવી રહ્યા છે.

બીજી તરફ, બંગાળના ચૂંટણી પરિણામોની ચિંતા છેક પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ વર્તાઈ રહી છે. બાંગ્લાદેશના એક વર્તમાન સાંસદે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી છે કે જો પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થશે અને ભાજપની સરકાર આવશે, તો ત્યાં આશરો લઈ રહેલા તમામ ઘૂસણખોરોને પાછા બાંગ્લાદેશ ધકેલી દેવામાં આવશે. આનાથી તેમના દેશમાં શરણાર્થીઓનું એક ખૂબ જ મોટું સંકટ ઊભું થશે.

(9:01 PM IST)