હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈના ઓશિવરા વિસ્તારમાં ચકચારી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપીઓને સેશન્સ કોર્ટે ફટકારી ૧૦ વર્ષની સખત કેદ
માર્ચ ૨૦૨૪માં ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમિયાન પકડાયેલા આકાશ સિંહ અને ભવન અધિકારી વિરુદ્ધનો ગુનો સાબિત થતાં ન્યાયાલયે દરેક પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી નશાના કારોબારને ડામવા માટે કાયદાકીય તંત્ર દ્વારા વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે. મુંબઈની સેશન્સ કોર્ટે માર્ચ ૨૦૨૪માં ડ્રગ્સની હેરાફેરી અને તસ્કરીના ગંભીર કેસમાં પકડાયેલા બે કુખ્યાત આરોપીઓને દોષી ઠેરવતા ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સેશન્સ કોર્ટે આ કેસમાં આકાશ અનિલ સિંહ (ઉંમર ૨૬ વર્ષ) અને ભવન હયાતસિંહ અધિકારી (ઉંમર ૪૦ વર્ષ) નામના બે શખ્સોને એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ દોષી જાહેર કર્યા હતા. કોર્ટે જેલની સજા ઉપરાંત બંને આરોપીઓને પ્રત્યેકને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, અને જો દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો આદેશ આપ્યો છે.
આ પ્રકરણની વિગતો અનુસાર, ગત ૨૮ માર્ચ ૨૦૨૪ના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-૧૦ના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓશિવરા વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે છટકું ગોઠવીને આકાશ સિંહ અને ભવન અધિકારીને રંગે હાથ ઝડપી લીધા હતા. તેમની સઘન તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી બજાર કિંમત મુજબ અંદાજે ૪૩ લાખ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત થવાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસની મજબૂત તપાસ અને કાનૂની શિખંજા
આ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (NDPS) એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના તપાસ અધિકારીઓ દ્વારા આ કેસમાં તમામ વૈજ્ઞાનિક અને મજબૂત પુરાવાઓ એકત્રિત કરીને સમયસર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટમાં આ મામલે નિયમિત સુનાવણી ચાલી હતી, જેમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને ગવાહોના આધારે ગુનો સાબિત થયો હતો, જેને અંતે કોર્ટે સોમવારે આ સજાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
