<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

રાજસ્થાનના જેસલમેરમાં કાળઝાળ ગરમી વચ્ચે ભયંકર ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ફુંકાયું

સમગ્ર વિસ્તારમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય સમાન થઈ ગઈ; હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકી: વાહનો થંભાવી દેવાની ફરજ પડી

રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરમાં અચાનક હવામાન પલટાતાં ભારે પવન સાથે ભયંકર રણનું વાવાઝોડું ત્રાટક્યું છે. રણપ્રદેશમાં ફૂંકાયેલા આ તીવ્ર પવનને કારણે ચારેય તરફ ધૂળની વિશાળ ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય સમાન થઈ ગઈ છે. હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનો થંભાવી દેવાની ફરજ પડી છે. આ અચાનક આવેલા રેતીના તોફાનના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે.

(9:08 PM IST)