તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું : 26 ઓક્ટોબરે બનશે ચક્રવાતી તોફાન, નામ હશે 'અર્નબ' :7 રાજ્યોમાં હવામાન બદલાશે
ઓડિશા-આંધ્રપ્રદેશના કાંઠા તરફ આગળ વધશે સિસ્ટમ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જાણો કેવી રીતે વાવાઝોડામાં પરિવર્તિત થશે આ સિસ્ટમ?

નવી દિલ્હી / અમદાવાદ તા.24 : ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને લઈને મોટું અલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે અને તેની અસરથી 7 રાજ્યોમાં હવામાન બદલાશે
- 23 ઓક્ટોબરે પૂર્વ-મધ્ય અને અડીને આવેલી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા બન્યું છે.
- 24 ઓક્ટોબરે તે ડિપ્રેશનમાં ફેરવાશે.
- 25 ઓક્ટોબરે તે ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બનશે.
- 26 ઓક્ટોબર સવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં તે ચક્રવાતી તોફાન (Cyclonic Storm) બની જશે.
જો આ સિસ્ટમ ચક્રવાતી તોફાન બનશે તો તે 2026માં બંગાળની ખાડીમાં બનનારું પહેલું વાવાઝોડું હશે અને તેનું નામ *'અર્નબ'* રાખવામાં આવશે. આ નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે જેનો અર્થ સમુદ્ર થાય છે.
આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી 28 ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કાંઠા તરફ પહોંચે તેવી શક્યતા છે.
તેની અસર હેઠળ 27 ઓક્ટોબરે ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં અતિભારે વરસાદ (24 કલાકમાં 20 સે.મી.થી વધુ)છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં પણ 28-29 ઓક્ટોબરે ભારે વરસાદ
- તમિલનાડુ, કેરળ, કર્ણાટકના કાંઠે પહેલેથી ચાલુ નોર્થ-ઈસ્ટ મોન્સૂન સાથે ભારે વરસાદ ચાલુ રહેશે
27 ઓક્ટોબરથી ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે 60 કિમી સુધીના પવન અને 26 ઓક્ટોબરથી 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
IMD એ માછીમારોને 24 ઓક્ટોબર સવાર સુધીમાં કાંઠે પરત ફરવા સૂચના આપી છે અને સમુદ્ર ખેડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઓડિશા સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તમામ અધિકારીઓની રજાઓ રદ કરી છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
