તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
હૈદરાબાદના ચાદરઘાટ વિસ્તારમાં મૂસી નદી નજીક કેટલીક વર્કશોપમાં અચાનક આગ ભભૂકી
આગ લાગતા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો

તેલંગાણાના હૈદરાબાદના ચાદરઘાટ વિસ્તારમાં મૂસી નદી નજીક આવેલી કેટલીક વર્કશોપમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે વિસ્તારને સુરક્ષિત બનાવી વધુ તપાસ શરૂ કરી છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
