તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
દાદરા વિસ્તારમાં પ્રખ્યાત 'વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ્સ' કંપનીમાં અચાનક ભીષણ આગ : સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ
સ્થાનિક પોલીસ કાફલો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી આગની એક મોટી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં દાદરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત 'વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ્સ' કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી ભયાનક છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાય છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. કંપનીમાં કાપડ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાની આશંકા છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી અને કારણ અકબંધ છે.
આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ કાફલો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
