તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
દિલ્હીને અડીને આવેલા હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામમાં રાત્રે એકાએક મોટું વીજ સંકટ સર્જાયું
સેક્ટર-72માં આવેલા મુખ્ય પાવર હાઉસનું વિશાળ ટ્રાન્સફોર્મર અચાનક બળીને ખાખ થઈ જતાં તેની સાથે જોડાયેલા અન્ય 7 સબ-સ્ટેશનો એક પછી એક બંધ થઈ ગયા

નવી દિલ્હી :દિલ્હીને અડીને આવેલા હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામમાં શુક્રવારની રાત્રે એકાએક બહુ મોટું વીજ સંકટ સર્જાયું છે. સેક્ટર-72માં આવેલા મુખ્ય પાવર હાઉસનું વિશાળ ટ્રાન્સફોર્મર અચાનક બળીને ખાખ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ટેક્નિકલ ખામીની અસર એટલી ભયંકર હતી કે આખી વીજ ચેઈન તૂટી ગઈ હતી અને તેની સાથે જોડાયેલા અન્ય 7 સબ-સ્ટેશનો એક પછી એક બંધ થઈ ગયા હતા. આ બ્લેકઆઉટને કારણે માત્ર હજારો ઘરોમાં જ અંધારપટ નથી છવાયો, પરંતુ ગુરુગ્રામની જીવાદોરી સમાન રેપિડ મેટ્રોની સેવા પણ એક કલાકથી વધુ સમય સુધી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.
મળતી વિગતો મુજબ, સેક્ટર-72માં આવેલું આ મુખ્ય વીજ ઘર 220 KVA ની ક્ષમતા ધરાવે છે, જે ગુરુગ્રામના એક બહુ મોટા હિસ્સાને વીજળી સપ્લાય કરે છે. આ પાવર હાઉસનું મુખ્ય ટ્રાન્સફોર્મર ફૂંકાતા જ સેક્ટર-15, સેક્ટર-38, સેક્ટર-44, સેક્ટર-46, સેક્ટર-52, સેક્ટર-56 અને મારુતિનું 66 KVA નું વીજ ઘર સંપૂર્ણપણે બંધ પડી ગયું હતું. આ પાવર હાઉસ બંધ થવાના કારણે સેક્ટર-38 થી લઈને સેક્ટર-57 સુધી, સેક્ટર-15 ના પાર્ટ-1 અને પાર્ટ-2 તેમજ સેક્ટર-18 ના વિસ્તારોમાં બત્તી ગુલ થઈ ગઈ હતી અને કરોડો રૂપિયાની કોર્પોરેટ ઓફિસો અને રહેણાંક સોસાયટીઓ અંધારામાં ડૂબી ગઈ હતી.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
