તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
અમેરિકાના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં ભયાનક વાવાઝોડું ત્રાટકયું
જનજીવન અસ્તવ્યસ્તઃ ૧.૬૦ લાખ ઘરોમાં વિજળી ગુલ

નવી દિલ્હીઃ અમેરિકાના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા નોરઈસ્ટર નામના ભયાનક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (NWS) દ્વારા જાહેર કરાયેલી ચેતવણી મુજબ શનિવારે ન્યુ યોર્ક અને બોસ્ટન સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ સાથે દરિયાકાંઠે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂર અને ભારે વરસાદને કારણે ન્યુ યાઙ્ઘર્ક અને ન્યુ જર્સીમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી.
૧.૬૦ લાખથી વધુ ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી અને ૨૪૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જયારે ૧૧૯૯ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ન્યુ જર્સીના સર્ફ સિટી અને મનાસ્ક્વાન જેવા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ૮૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે લગભગ ૪ કરોડ લોકોનું જનજીવન ખોરવાયું હતુ. ખરાબ હવામાનને કારણે બોસ્ટનમાં યોજાનારી રેડ સોક્સ અને શિકાગો કબ્સ વચ્ચેની બેઝબોલ મેચ તેમ જ સેન્ટ લુઇસ સિટી સામેની ફુટબોલ મેચ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત એડ શીરનની કોન્સર્ટ અને સેન્ટ્રલ પાર્કમાં યોજાનારો ગ્લોબલ સિટિઝન ફેસ્ટિવલ પણ રદ કરવામાં આવ્યો છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
