News of Thursday, 4th June 2026
૨૦૨૪માં દીકરીઓની છેડતી-જાતીય સતામણીના કુલ ૩૩૧ કેસો નોંધાયાઃ રોજ એક સગીરા નરાધમોની વિકૃતિનો શિકાર
દિકરીઓ રાત્રે ફરી શકે છેઃ સરકારી દાવાની હવા નીકળી ગઇઃ ગુજરાતમાં રોમિયો બેફામ, ખાખી લાચારઃ દીકરીઓની સુરક્ષા ફલોપ

નવી દિલ્હી,તા.૪: ગુજરાતમાં દીકરીઓ રાત્રે પણ સુરક્ષિત રીતે ફરે છે- આ જૂની રેકર્ડ વગાડીને પીઠ થાબડતાં સત્તાધીશો માટે શરમજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં હાલ કાયદા-વ્યવસ્થાનો જનાજો નીકળ્યો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, રોમિયો-આવારા તત્વો ખાખીની લાજ હરાજીએ ચડાવી રહ્યાં છે. ભરબજારે જ નહી, ઓફિસથી માંડીને છેવટે જ્યાં આશરો લેવાનો હોય તે શલ્ટર હોમમાં પણ દીકરીઓની સરેઆમ છેડતી અને શારીરીક અડપલાં થઈ રહ્યાં છે. રાજ્યમાં ગુનાખોરી તો વધી રહી છે પણ ચિંતા એ વાતની એછેકે, ૧૮ વર્ષથી નાની વયની માસૂમ સગીરાઓ નરાધમોની વિકૃતિનો ભોગ બની રહી છે. કૈમકે, છેલ્લાં એક જ વર્ષમાં સલામત ગુજરાતમાં જાતિય સતામણીની કુલ મળીને ૩૩૧ કિસ્સા પોલીસ ચોપડે નોધાયાં છે.
ગુજરાત હંમેશાં મહિલાઓ માટે રાત્રે પણ સુરક્ષિત હોવાના દાવાઓ સાથે દેશભરમાં પીઠવાતું આવ્યું છે પરંતુ કે ગુજરાત હવે દીકરીઓ માટે 'સલામત' નથી, માત્ર લાચાર છે! રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો ડર જાણે ઓગળી ગયો હોય તેમ, રોડ-રોમિયો અને આવારા તત્વો બેફામ બન્યા છે. ચિતાજનક બાબત એ છે કે, હવે ૧૮ વર્ષથી ઓછી વયની સગીરાઓ પણ આ નરાધમોના નિશાને છે. જાતીય સતામણી, શારીરિક છેડછાડ અને અડપલાંના કિસ્સાઓમાં જે ઝડપે વધારો થયો છે, તે જોતા ‘સલામત ગુજરાત'નું સૂત્ર હવે માત્ર સરકારી જાહેરાતો અને ચૂંટણી ભાષણો પૂરતું જ મર્યાર્યાદિત હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ છે. છે સુન્નત કિ વિશ્લેષણ કરીએ છે કે દીકરીઓ માટે હવે કોઈ જગ્યા સુરક્ષિત બચી નથી. જાહેર સ્થળો એ છેડતીના ૧૭ કિસ્સા બન્યાં છે જ્યાં લોકોની અવરજવર હોય, ત્યાં જ આવારા તત્વો દીકરીઓની છેડતી કરવાની હિમત કરી રહ્યા છે. પોલીસ પેટ્રોલિગ માત્ર કાગળ પર હોય તેવું ચિત્ર છે. ઓફિસમાં પણ દિકરીઓ સલામત નથી કેમ કે, ઓફિસ માં છે ડ થઈ તેવા ૭ કિસ્સા પોલીસ મોટા-મોટા દાવાઓ વચ્ચે મેહિલા કર્મચારીઓ કામના સ્થળે પણ માનસિક અને શારીરિક સતામણીનો ભોગ બની રહી છે. મોલ અને ફેક્ટરીમાં રોજગારી મેળવવા કે ખરીદી કરવા જતી મહિલાઓ પર નરાધમો નજર બગાડી રહ્યા છે. અહીં પણ ૪૩ ઘટના છેડતીની બની છે.
બસ કે ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓમાં પણ મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે.
ગુજરાતમાં દીકરીઓની ક્યાં ક્યાં છેડતી- જાતીય સતામણી થઈ
ઓફિસમાં ૭ કિસ્સા
મોલ-ફેક્ટરી,
કારખાનામાં ૪૩ કિસ્સા
પબ્લિક
ટ્રાન્સપોર્ટમાં ૧૦ કિસ્સા
જાહેર સ્થળોએ ૧૭ કિસ્સા
શેલ્ટર હોમ ૧૪ કિસ્સા
અન્ય સ્થળોએ ૨૨૨ કિસ્સા
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
