<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

મહારાષ્ટ્રના જલગાંવમાં અરેરાટી :કૌટુંબિક તણાવમાં ચાર માસુમ બાળકોને કુવામાં નાખીને પિતાએ પણ કૂદીને આત્મહત્યા કરી

તેના પિતાએ પત્ની વિશે પૂછપરછ કરી હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા અને માનસિક તણાવમાં આવેલા વિજયે તેના ચાર સંતાનોને કુવામાં ધકેલી પોતે પણ કૂદી પડ્યો

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના ચાર માસૂમ બાળકો સાથે કૂવામાં કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. આ દર્દનાક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ભારે શોકનો માહોલ છે.

 

આ કરુણ ઘટના જલગાંવ જામોદ તાલુકાના રાજુરા ડેમ વિસ્તારની છે. પ્રાથમિક માહિતી મુજબ, ભાલે અંજન ગામના રહેવાસી વિજય મૂસા કિરાડિયા નામના વ્યક્તિએ કૌટુંબિક વિવાદ અને માનસિક તણાવના કારણે આ ભયાનક પગલું ભર્યું હતું. પત્ની સાથે થયેલા ઝઘડા બાદ તે ભારે તણાવમાં હતો.

 

મળતી વિગતો અનુસાર, વિજયની પત્ની વિવાદ બાદ એક દિવસ પહેલા જ તેના પિયર ચાલી ગઈ હતી. રવિવારે સવારે જ્યારે વિજય ઘરનું કામ કરી રહ્યો હતો, ત્યારે તેના પિતાએ પત્ની વિશે પૂછપરછ કરી હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા અને માનસિક તણાવમાં આવેલા વિજયે તેના ચાર સંતાનો—પ્રીત (7), પ્રાચી (5), પૂર્વી (4) અને પીયૂષ (2)ને ખેતરના કૂવામાં ધકેલી દીધા અને બાદમાં પોતે પણ કૂદી ગયો.

 

ઘટનાની જાણ થતાં જ જલગાંવ જામોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી પાંચેય મૃતદેહોને બહાર કાઢી PM માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે કોઈપણ માનસિક તણાવ કે પારિવારિક વિવાદની સ્થિતિમાં ઉતાવળું પગલું ભરવાને બદલે સમયસર મદદ લેવી જોઈએ

 

(2:12 PM IST)