તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
બાડમેરમાં જોવા મળી અનોખી ઘોડીઃ દરરોજ ખાય છે કાજૂ-બદામ અને ઘી
૬૩ ઈંચ હાઈટ, વિશાળ કદ-કાઠીઃ શાહી અંદાજઃ શાહી ચાલ જોઈ સૌ કોઈ ચોંકી ગયા

બાડમેર,તા.૧૧: બાડમેરમાં હાલમાં હરિયાણાના ચરખી દાદરીથી આવેલી પાંચ વર્ષની સિધી નસલની ઘોડી એની પોતાના વિશાળ કદ-કાઠી અને શાહી અંદાજના કારણે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. સામાન્ય ઘોડીની તુલનામાં તેની લંબાઈ ૬૩ ઈંચ કરતા પણ વધારે છે. જે આ સિધી નસલની સૌથી ઊંચી અને ખાસ ઘોડીની કેટેગરીમાં આવે છે. જ્યારે આ ઘોડી બાડમેરમાં હોર્સ રેસમાં ભાગ લેવા આવી તો તેને જોવા માટે લોકોની પડાપડી થવા લાગી. તેની આકર્ષક બનાવટ, શાનદાર કદ કાઠી અને શાહી ચાલ જોઈ સૌ કોઈ ચોંકી ગયા.
હરિયાણાના ચરખી દાદરીના રહેવાસી અરવિદર સિહની આ ઘોડી પોતાની શાનદાર બનાવટના કારણે આકર્ષણનું કેન્દ્ર બની. બાડમેરમાં આયોજિત હોર્સ રેસમાં ભાગ લેવા પહોંચેલી એનીને જોવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. તેની શાનદાર લંબાઈ અને મજબૂત શરીર સામાન્ય ઘોડીઓથી બિલકુલ અલગ ઓળખ અપાવે છે.
કાજૂ બદામ અને ફળનો શાહી ખોરાકઃ આ શાનદાર કદ કાઠી પાછળ તેનો ખૂબ જ પૌષ્ટિક અને શાહી ડાયટનો હાથ છે. તેના માલિક અરબિદર સિહ તેના સ્વાસ્થ્ય, ખાણી પીણી અને ફિટનેસનું ખૂબ જ ઝીણવટપૂર્વક ધ્યાન રાખે છે. એનીને સામાન્ય ચારા સાથે સાથે રોજ બદામ-કાજૂ અને શુદ્ધ દેશી ઘી અને તાજું દૂધ અને ચણા તથા પૌષ્ટિક ફળ જેમ કે સફરજન અને તરબૂચ ખવડાવે છે. આ રીતે મોંઘી અને રિચ ડાયટ પ્લાનના કારણે પાંચ વર્ષથી નાની ઉંમરમાં ઘોડીનું શરીર ખૂબ જ મજબૂત અને ઊર્જાવાન છે. માલિકની આ ખાસ લાલન-પાલનની રીત જ એનીને બાકીની ઘોડીઓથી અલગ બનાવે છે.
૭૨ ઈંચના વિશાળકાય બુર્જ ખલીફા ઘોડા સાથે કનેક્શન ખાસ વાત એ છે કે માલિક અરબિદર સિહ પાસે ખાલી એની જ નથી, પણ મારવાડી નસલનો એક શાનદાર ફેમસ અને વિશાળકાય ઘોડો પણ છે. જેનું નામ બુર્જ ખલીફા છે. આ મારવાડી ઘોડાની લંબાઈ ચોંકાવનારી ૭૨ ઈંચ છે. જે પોતાના વિશાળ આકારના કારણે પશુ પ્રેમીઓની વચ્ચે ખાસ લોકપ્રિય છે. એની અને બુર્જ ખલીફા બંનેની ભવ્યતા હરિયાણાથી લઈ રાજસ્થાન સુધી ઘોડેસવારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. બાડમેર પહોંચેલા આ બંને શાનદાર જીવોને જોવા અને તેની સાથે તસવીરો લેવા માટે લોકોની લાઈનો લાગી રહી છે.
સિધી નસલની ખાસિયત અને લોકપ્રિયતા સિધી નસલના ઘોડા અને ઘોડીઓ પોતાની અદ્વિતીય બનાવટ, તાકાત અને કઠિન પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની સહનશક્તિ માટે દેશભરમાં જાણીતી છે. એની આ શુદ્ધ સિધી નસલની શાનદાર ઘોડી છે. પોતાની લાંબી હાઈટ સાથે સાથે આ નસલના તમામ શાનદાર લક્ષણો તેના શરીરમાં ઝલકાય છે. બાડમેરની આ યાત્રા દરમ્યાન એનીએ પોતાની રફતાર, સુંદરતા અને અનોખી જીવનશૈલીથી ફરી એક વાર સાબિત કરી દીધું કે શાનદાર નસલ અને યોગ્ય દેખરેખથી જાનવરોને કેટલું ભવ્ય અને શાનદાર બનાવી શકાય છે
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
