<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

મધ્‍યપ્રદેશના એવા ગામ જેના નામ લેતા પણ શરમાય છે લોકો

બૈતૂલ જિલ્‍લામાં સાલા અને સાલી નામના બે અલગ અલગ ગામ આવેલા છે જ્‍યારે ધાર જિલ્‍લામાં દેવર ગામ આવેલું છે : ચીની, સિઘાડા, સોડા, લહસુના, ભજિયા, હલ્‍દી, કરેલા, અને ઘુટ્ટી આ તમામ નામ પહેલી નજરે ગામના નામ કોઈ ખાવા પીવાની વસ્‍તુઓની યાદી જેવા લાગે છે

ભોપાલ તા.૨૨: ભારત ગામડાઓનો દેશ છે. અહીં ગામના નામ સાથે કોઈને કોઈ ઐતિહાસિક ઘટનાઓ, મહાપુરુષ કે પ્રાકૃતિક સુંદરતાનો સંબંધ રહેલો છે. પરંતુ મધ્‍ય પ્રદેશમાં ઘણાં એવા ગામ આવેલા છે, જેના નામ ખૂબ જ અનોખા અને રોચક છે. મધ્‍ય પ્રદેશમાં ઘણાં એવા ગામ આવેલા છે, જેના નામ સગા સંબંધી, રસોઈના વાસણ અને ખાવા પીવાની વસ્‍તુઓ પર રાખવામાં આવ્‍યાં છે. કેટલાક નામ તો એવા છે કે ગામના લોકો તેનું નામ લેતા પણ શરમ અનુભવે છે.

મધ્‍ય પ્રદેશના નકશા પર નજર કરો તો અહીં સંબંધના નામ પર મળી આવતા ઘણાં ગામ જોવા મળશે. ઉદાહરણ તરીકે, બૈતૂલ જિલ્‍લામાં સાલા અને સાલી નામના બે અલગ અલગ ગામ આવેલા છે. જ્‍યારે ધાર જિલ્‍લામાં દેવર ગામ આવેલું છે. જ્‍યારે વિદિશા જિલ્‍લામાં મૌસીપુરા અને બાલમપુર જેવા અનોખા નામ વાળા ગામ આવેલા છે. પહેલીવાર આ ગામના નામ સાંભળીને કોઈપણ વ્‍યક્‍તિ નવાઈમાં પડી જાય છે.

માત્ર સંબંધો જ નહીં, પરંતુ રસોઈ ઘરનામાં ઉપયોગમાં આવતા વાસણના નામ પણ ઘણાં ગામના નામ છે. શાજાપુર જિલ્‍લામાં કઢાઈ ગામ છે, તો દેવાસ જિલ્‍લામાં કટોરી અને ટોકરા નામના ગામ આવેલા છે. જ્‍યારે છતરપુર જિલ્‍લામાં છુરી નામનું ગામ વસેલું છે.

સ્‍વાદ અને ખાન-પાનના નામ પરથી પણ ઘણાં ગામડા આવેલા છે. જેમ કે ચીની, સિઘાડા, સોડા, લહસુના, ભજિયા, હલ્‍દી, કરેલા, અને ઘુટ્ટી આ તમામ નામ પહેલી નજરે કોઈ ખાવા પીવાની વસ્‍તુઓની યાદી જેવા લાગે છે. પરંતુ હકીકતમાં આ તમામ મધ્‍ય પ્રદેશના અલગ અલગ જિલ્‍લામાં આવેલા ગામના નામ છે.

સ્‍થાનિક જાણકારો અનુસાર, આ ગામના નામકરણ પાછળ સદીઓ જૂની લોકકથાઓ, જૂના જમીનદારોના નામ કે ત્‍યાંની કોઈ વિશેષ ભૌગોલિક સ્‍થિતિ રહી છે. વર્ષો વિતવા છતાં પણ આ અનોખા નામ આજે પણ આ ગામોની એક ખાસ ઓળખ બની રહ્યાં છે અને બહારથી આવતા લોકો માટે કુતૂહલનો વિષય બની રહે છે

(10:05 AM IST)