તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
એવું ગામ જ્યાં દેશી ખાવાનું ખાવા વિદેશમાંથી આવે છે લોકોઃ ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવો સ્વાદ
જ્યાં ગ્રામીણ જીવન, પ્રકૃતિ અને પરંપરાગત રાજસ્થાની ભોજન પર્યટકોને ખાસ અનુભવ કરાવે છે

જોધપુર,તા.૧૧: ભારતની ઓળખ ખાલી મોટા શહેરો, આલીશાન હોટલ અને ઐતિહાસિક ઇમારતોથી નથી. દેશના ગામડામાં પણ આવી અનોખી સંસ્કૃતિ અને ખાણી-પીણીની પરંપરા રહેલી છે, જેને જોવા અને અનુભવ કરવા માટે દેશ-વિદેશમાંથી પર્યટકો આવે છે. રાજસ્થાનના જોધપુર નજીક ગુડા બિશ્નોઈ ગામ પણ આવી જ જગ્યામાં સામેલ છે, જ્યાં ગ્રામીણ જીવન, પ્રકૃતિ અને પરંપરાગત રાજસ્થાની ભોજન પર્યટકોને ખાસ અનુભવ કરાવે છે.
જોધપુરથી લગભગ અડધા કલાકની મુસાફરી બાદ ગ્રામીણ પરિવેશમાં પહોંચતા જ શહેરોની ભાગદોડ પાછળ રહી જતી દેખાશે. અહીં માટીમાંથી બનેલા પરંપરાગત ઘર, ખુલ્લા મેદાન અને રાજસ્થાનની સાદગી ભરેલી જીવનશૈલી પર્યટકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. ગામની યાત્રાને ખાસ બનાવે છે કે બિશ્નોઈ સમુદાયની જીવનશૈલી પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
બિશ્નોઈ સમુદાયને પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યે પોતાના લગાવ માટે ખાસ ઓળખવામાં આવે છે. ગામની આજુબાજુ સફારી દરમ્યાન પર્યટકોને કાળા હરણ, ચિકારા અને કેટલાય પક્ષીઓ જોવા મળશે. ખાસ વાત એ છે કે, અહીં વન્યજીવો પ્રત્યે લોકોનું જોડાણ ખાલી જોવા પૂરતું જ મર્યાદિત નથી, પણ તેમની જીવનશૈલીમાં પ્રકૃતિ સંરક્ષણનો ભાવ રહેલો હોય છે.
ઘરમાં મળે છે દેશી રાજસ્થાની સ્વાદઃ ગુડા બિશ્નોઈ ગામ ફરવા આવતા પર્યટકો માટે સૌથી આકર્ષક અનુભવોમાંથી એક પરંપરાગત ખાવાનું છે. કેટલીય જગ્યા પર સ્થાનિક ઘરોમાં તૈયાર થતું રાજસ્થાની ભોજન પીરસવામાં આવે છે. દાળ, રોટલી, શાકભાજી અને પરંપરાગત મીઠાઈથી સજાવેલી થાળીમાં સ્થાનિક સ્વાદની ઝલક મળે છે.
આ ખાવાની ખાસિયત ખાલી તેના સ્વાદમાં નહીં, પણ તેને તૈયાર કરવાની પરંપરાગત રીતમાં પણ છે. સ્થાનિક સામગ્રી અને દેશી અંદાજમાં તૈયાર ભોજન પર્યટકોને હોટલના સામાન્ય ખાવાથી બિલકુલ અલગ અનુભવ આપે છે. આ જ કારણ છે કે ગ્રામીણ ભોજનનો અનુભવ લેવામાં વિદેશી પર્યટકો પણ ખૂબ જ રસ દાખવે છે.
માટીના ઘર અને પરંપરાગત શિલ્પ પણ ખાસ ગામની યાત્રા દરમ્યાન પર્યટકો સ્થાનિક પરિવારોના ઘરોને નજીકથી જોઈ શકે છે અને તેમની રોજિદા જીવનને સમજી શકે છે. અમુક જગ્યા પર માટીના વાસણ બનાવવા, સીવણ અને બીજા પરંપરાગત હસ્તશિલ્પ જોવાનો મોકો પણ મળશે.
આ જ કારણ છે કે જોધપુર આવતા કેટલાય પર્યટકો શહેરની ફેમસ ઇમારતો સાથે ગ્રામીણ રાજસ્થાનની ઝલકને પણ પોતાની યાત્રામાં સામેલ કરવાનું પસંદ કરે છે. ગુડા બિશ્નોઈ ગામ બતાવે છે કે, અસલી રાજસ્થાની અનુભવ ઘણી વાર મોટી હોટલોથી દૂર, ગામડાની સાદગી અને ઘરના બનેલા ભોજનમાં છુપાયેલી હોય છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
