<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

મેટરનિટી લીવ પરથી પરત ફરતી મહિલાને નીચો હોદો ન આપી શકાયઃ હાઈકોર્ટ

માતૃત્‍વના કારણે કાર્યસ્‍થળે અપમાન કે ભેદભાવ ચલાવી નહીં લેવાયઃ રૂા. ૧૧.૫ લાખનું વળતર ચૂકવવાનો એક કંપનીને આદેશ

નવી દિલ્‍હી તા.૩: દિલ્‍હી હાઈકોર્ટે એક મહત્‍વપૂર્ણ ચુકાદામાં જણાવ્‍યું છે કે માતૃત્‍વને કાર્યસ્‍થળે અપમાન કે ભેદભાવનું કારણ બનાવી શકાય નહીં, મેટરનિટી લીવ દરમિયાન મહિલાઓને મળતું કાયદાકીય રક્ષણ માત્ર નોકરી ચાલુ રહેવા પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં તેમનું પ્રોફેશનલ કસના અને કારકિર્દીમાં પ્રગતિની તકોનું રથણ પણ સામેલ છે.

હાઈકોર્ટે મહિલા ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટને ૨.૧૦ લાખનું વળતર અને રૂ.૧.૫ લાખનો ખર્ચ ચૂકવવાનો એક કંપનીને આદેશ આપતાં આ અવલોકન કર્યા હતાં. મહિલા એકાઉન્‍ટિંગ મેનેજર તરીકે કામ કરતી હતી, પરંતુ માતૃત્‍વની રજા પરથી પરત ફર્યા પછી તેને ટ્રેઝરી વિભાગમાં એક કલાર્ક જેવી સામાન્‍ય ફરજ સોંપવામાં આવી હતી. આનાથી મહિલાએ નોકરીમાંથી રાજીનામું આપ્‍યું હતું અને એડવોકેટ પાલ સિહ મારહને દિલ્‍હી હાઈકોર્ટનો

સંપર્ક કર્યો હતો. કોર્ટે જણાવ્‍યું હતું કે મેટરનિટી લીવ પરથી પરત ફરતી મહિલાને રજા પર જતાં પહેલાં જે હાો પર હતી તે જ હોદા પર ફરીથી નિયુક્‍તિનો હક છે. જો વાસ્‍તવિક અને સંગઠનાત્‍મક કારણોસર તે પદ ઉપલબ્‍ધ ન હોય, તો મહિલાને પગાર, ગ્રેડ, હોશે, ભૂમિકા, જવાબદારીઓ, મેનેજમેન્‍ટ સત્તા અને કારકિર્દીમાં આગળ વધવાની તકોની લ્લષ્ટિએ શક્‍ય તેટલું સમકક્ષ પદ આપવું જોઈએ.

૩૧ ઓગસ્‍ટના આદેશમાં જસ્‍ટિસ સચિન દત્તાએ જણાવ્‍યું હતું કે બંધારણીય અપિકારોને આગળ વધારવા માટે એક કાયદાકીય માળખું બનાવવામાં આવ્‍યું હોય છે, પરંતુ અદાલતોની ફરજ છે કે તેઓ કાયદાનું એવું અર્થઘટન કરે જે આ અધિકારોને મજબૂત બનાવે, ન કે તેને નબળા પાડે, કોઈપણ સંજોગોમાં માતૃત્‍વને કાર્યસ્‍થળે અપમાનનું કારણ બનવા દેવામાં આવી શકે નહીં

(9:59 AM IST)