તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
AC ટ્રેનમાં મહિલાની બેગમાં રાખેલી પાવર બેન્ક બ્લાસ્ટ થતાં આગ લાગી
પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પર ઊઠ્યા સવાલ : લોકોએ અલાર્મ ચેઇન ખેંચીને ટ્રેન ઘાટકોપર સ્ટેશને ઊભી રખાવી, સદભાગ્યે મોટી દુર્ઘટના બનતાં રહી ગઈ

બદલાપુર તા.૨૬: દાદરથી બદલાપુર જઈ રહેલી ઍર કન્ડિશન્ડ (AC) ટ્રેનના મહિલા કોચમાં એક મહિલાની બેગમાં આગ લાગતાં પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. પ્રાથમિક લ્લષ્ટિએ મહિલાની બેગમાં રાખવામાં આવેલી પાવર બેન્કમાં ખામી સર્જાતાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટ થતાં જ મહિલાની બેગ સળગી ઊઠી હતી. ખ્ઘ્ અને બંધ દરવાજાને કારણે ધુમાડો કોચમાં પ્રસરી ગયો હતો. ગભરાયેલા પ્રવાસીઓએ તરત જ અલાર્મ ચેઇન ખેંચી હતી જેને પગલે ટ્રેનને ઘાટકોપર સ્ટેશન પર ઊભી રાખવામાં આવી હતી. આ ઘટના શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે બની હતી.
ઘાટકોપર સ્ટેશન આવતાં જ જે બેગમાં આગ લાગી હતી એને પ્લેટફોર્મ પર ફગાવી દઈને પાણી નાખી આગને ઓલવવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી. જોકે AC સિસ્ટમ સુધી આગ પહોંચી હોત અને ટ્રેનના ઑટોમેટેડ દરવાજા કામ કરવાના બંધ થઈ ગયા હોત તો શું થયું હોત? એવી ચર્ચા પ્રવાસીઓમાં થઈ રહી હતી. રેલવે-સ્ટાફે કોચનું સેફટી ચેક કર્યું ત્યાર પછી જ ટ્રેન-સર્વિસ ફરી શરૂ કરવામાં આવી હતી.
ટ્રેનમાં જ્વલનશીલ પદાર્થો કે વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ આયન-લિથિયમ બેટરી કે એના જેવા અન્ય પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના કારણે પણ આવી ઇમર્જન્સી ઊભી થઈ શકે છે. પોર્ટેબલ ચાર્જરના કારણે બનેલા આ બનાવ બાદ પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
