હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીર ખીણમાં પાનખરનો અદ્ભુત નજારોઃ લાલ અને સોનેરી રંગોથી ચિનારનાં વૃક્ષો ઝળહળી ઊઠ્યાં
નિશાત ગાર્ડનથી નસીમ બાગ સુધી કુદરતનું મનમોહક સૌંદર્યઃ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ

જમ્મુ: ધરતીના સ્વર્ગ તરીકે જાણીતી કાશ્મીર ખીણમાં પાનખર ઋતુએ કુદરતનું અદ્ભુત સૌંદર્ય સર્જ્યું છે. ચિનારનાં વૃક્ષોનાં પાંદડાં લાલ, પીળાં અને સોનેરી રંગમાં ફેરવાતાં સમગ્ર ખીણ રંગબેરંગી બની ગઈ છે.
શ્રીનગરના પ્રસિદ્ધ નિશાત ગાર્ડન, નસીમ બાગ અને ચિનાર બાગમાં પાનખરનો નજારો માણવા પ્રવાસીઓ આકર્ષાઈ રહ્યા છે. વૃક્ષો પરથી ખરતાં લાલ પાંદડાં જમીન પર જાણે કુદરતી જાજમ પાથરી રહ્યાં હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે.
પ્રવાસી પારુલ ગુપ્તાએ જણાવ્યું કે તસવીરો અને ફિલ્મોમાં જોયેલા કાશ્મીર કરતાં અહીંનું વાસ્તવિક સૌંદર્ય અનેકગણું મનમોહક છે. હનીમૂન માટે આવેલી શાલુએ જણાવ્યું કે અહીંનો નજારો એટલો સુંદર છે કે સ્થળ છોડવાનું મન થતું નથી.
સોનેરી સૂર્યપ્રકાશ, ઠંડકભર્યું વાતાવરણ અને રંગબેરંગી ચિનારનાં વૃક્ષો કાશ્મીરની પાનખરને વિશિષ્ટ ઓળખ આપે છે. દરેક ઋતુમાં નવું રૂપ ધારણ કરતું કાશ્મીર હાલમાં કુદરતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
