હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિમ્બલ્ડનમાં મેચ વચ્ચે જ યુવકે ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, તો નોવાક જોકોવિચે જીત્યું દિલ: હસીને કહ્યું- "મને પણ લગ્નનું ઇન્વિટેશન કાર્ડ જોઈએ છે!"
૨૪ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિચે કોર્ટ પરથી જ દંપતીને થમ્બ્સ-અપ આપી હવામાં ‘હાર્ટ શેપ’ બનાવ્યો; સેન્ટર કોર્ટની રોમેન્ટિક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

લંડન : વિમ્બલ્ડનના ઐતિહાસિક મેદાન પર ટેનિસના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચની મેચ દરમિયાન એક એવી અદ્ભુત અને રોમેન્ટિક ઘટના ઘટી, જેણે સેન્ટર કોર્ટમાં હાજર હજારો પ્રક્ષકોના દિલ જીતી લીધા. યિબિંગ વુ સામેની લાઈવ મેચ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલા એક ચાહકે પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરવા રમતને થોડીવાર માટે અટકાવી દીધી હતી. આ જોઈને ગુસ્સે થવાને બદલે ૨૪ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન જોકોવિચે પોતાના આગવા અંદાજમાં આ ક્ષણને ટુર્નામેન્ટની સૌથી યાદગાર અને હૃદયસ્પર્શી ક્ષણ બનાવી દીધી હતી.
બીજા સેટની શરૂઆતમાં જ સર્જાયો હાઈ-વોલ્ટેજ રોમાન્સ
મેચના બીજા સેટની શરૂઆતમાં જ્યારે સાત વખતના વિમ્બલ્ડન વિજેતા જોકોવિચ કોર્ટ પર પોતાની પોઝિશન લઈ રહ્યો હતો, ત્યારે અચાનક સ્ટેન્ડમાંથી જોરદાર તાળીઓ અને હોબાળાનો અવાજ સંભળાયો. જોકોવિચને તુરંત સમજાયું કે આ ઉત્સાહ ટેનિસના કોઈ શૉટ માટે નથી પણ કંઈક અલગ જ થઈ રહ્યું છે.
સ્ટેન્ડમાં વાદળી શર્ટ અને ચશ્મા પહેરેલા એક પુરુષ દર્શકે હજારો લોકોની હાજરીમાં ઘૂંટણિયે બેસીને પોતાની ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવી પ્રપોઝ કર્યું હતું. સફેદ, વાદળી અને પીળા ડ્રેસમાં સજ્જ તેની પાર્ટનરે ખુશીથી રિંગ સ્વીકારી લેતા આખી સેન્ટર કોર્ટ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી હતી.
"મને લગ્નનું આમંત્રણ પત્રક જોઈએ છે"
આ રોમેન્ટિક નજારાને જોઈને નોવાક જોકોવિચ પણ પોતાની જાતને રોકી શક્યો નહીં અને તે પણ આ ઉજવણીમાં કૂદી પડ્યો. નવા સગાઈ કરેલા કપલ તરફ જોઈને સર્બિયન સ્ટારે હસતા હસતા બૂમ પાડીને કહ્યું, "મને પણ તમારા લગ્નનું આમંત્રણ જોઈએ છે!" જોકોવિચની આ રમૂજી અને પ્રેમાળ કમેન્ટ સાંભળીને ભીડ ફરીથી હસી પડી અને જોકોવિચે પોતાના બંને હાથ વડે હવામાં ‘હાર્ટ’ (હૃદય) નો આકાર બનાવીને દંપતીને સુખી જીવનના આશીર્વાદ આપ્યા.
ફેન્સ સાથેના અનોખા કનેક્શનનો વીડિયો વાયરલ
પોતાની શાનદાર રમતની સાથે સાથે રમતિયાળ વ્યક્તિત્વ માટે જાણીતા જોકોવિચે ફરી એકવાર સાબિત કર્યું કે તે કેમ દુનિયાભરના કરોડો ટેનિસ પ્રેમીઓનો ફેવરિટ છે. આ નાનકડા અને ખૂબસૂરત વિરામ બાદ મેચ ફરી શરૂ થઈ હતી, પરંતુ વિમ્બલ્ડનના સમૃદ્ધ ઇતિહાસમાં આ લાઈવ પ્રપોઝલ અને જોકોવિચની પ્રતિક્રિયા હંમેશા માટે અમર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ ક્યૂટ વીડિયો અત્યારે ધૂમ મચાવી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
