તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
આમિર ખાનના ત્રીજા લગ્ન વિવાદમાં: બજરંગ દળે લગ્નનો વિરોધ કરી લગાવ્યા 'લવ જેહાદ'ના ગંભીર આરોપ
ગૌરી સ્પ્રેટ સાથેના લગ્નને લઈને બિહારના ફોર્બ્સગંજમાં પ્રદર્શન, અભિનેતાના પુતળા દહન સાથે કરાયા ઉગ્ર સૂત્રોચ્ચાર.

ફોર્બ્સગંજ : બોલિવૂડ અભિનેતા આમિર ખાનના ગૌરી સ્પ્રેટ સાથેના તાજેતરના ત્રીજા લગ્નને લઈને બિહારના ફોર્બ્સગંજમાં બજરંગ દળના સભ્યોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સંગઠને અભિનેતા પર 'લવ જેહાદ'ના આરોપો લગાવતા તેમના પુતળા બાળ્યા હતા.
બજરંગ દળના નેતા મનોજ સોનીએ આ લગ્નને હિન્દુ સમાજનું અપમાન ગણાવતા કાવતરાનો આરોપ લગાવ્યો છે. સોનીએ વિડિયો નિવેદનમાં આમિરના ભૂતકાળના લગ્નો અને સંતાનોના નામકરણ અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, "તેઓ હિન્દુ મહિલાઓ સાથે જ લગ્ન કેમ કરે છે?" તેમણે સરકાર અને કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરી અભિનેતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આમિર ખાન અગાઉ રીના દત્તા અને કિરણ રાવ સાથે લગ્નના બંધનમાં જોડાયા હતા, જે બંને કાયદાકીય રીતે અલગ થઈ ચૂક્યા છે. તેમની ત્રીજી પત્ની ગૌરી સ્પ્રેટ હેરડ્રેસિંગ અને ફેશન ક્ષેત્રે કાર્યરત છે અને હાલમાં આમિર ખાન ફિલ્મ્સ સાથે સંકળાયેલી છે. આ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ અને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
હાલમાં આ વિવાદ અંગે આમિર ખાન કે તેમની ટીમ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બજરંગ દળની ચેતવણી અને વધતા વિરોધ વચ્ચે આ મામલો સ્થાનિક કક્ષાએ ગરમાયો છે, ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ વણસે છે કે અભિનેતા દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે તે જોવું રહ્યું.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
