<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

શિવમના પ્રેમમાં પાગલ થઈ આશિકી દેવીઃ ઊંઘની ૨૦ ગોળીઓ નાખી પતિને દૂધ પીવડાવી દીધું

આડા સંબંધ અને વિરોધ બાદ હત્‍યાઃ દૂધમાં નશો અને પછી ગળું દબાવી દીધું

ઇટાવા તા.૧૬: ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્‍લાની સિવિલ લાઇન વિસ્‍તારના તોડા ગામમાં ૧૨ જુલાઈની રાતે ૩૫ વર્ષીય પ્રોપર્ટી ડીલર આનંદ ઉર્ફ મહેબૂબ રાજપૂતનું ગળું દબાવીને હત્‍યા કરી નાખી. વરિષ્ઠ પોલીસ અધિકારી બ્રજેશ કુમાર શ્રીવાસ્‍તવના નિર્દેશમાં પોલીસ ટીમે ત્રણ ડોક્‍ટરની પેનલ પાસે લાશનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું, જેમાં ગળું દબાવવાથી મોત થયું હોવાની પુષ્ટિ થઈ. ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસે મૃતકની પત્‍ની આશિકી દેવી અને તેની પાડોશમાં રહેતા પ્રેમી શિવમ રાજપૂતની ધરપકડ કરી. કડકાઈથી પૂછપરછમાં બંનેએ પોતાનો ગુનો કબૂલ કર્યો, જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા.

મૃતકના પિતા સુધર સિહે પહેલા વહુ અને તેના પ્રેમી પર હત્‍યાની આશંકા વ્‍યક્‍ત કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પત્‍ની આશિકી દેવીએ કબૂલ કર્યું કે તેની પાડોશમાં રહેતા યુવક શિવમ રાજપૂત સાથે આડા સંબંધ હતા.

પતિ આનંદ આ સંબંધને લઈ સતત વિરોધ કરતો હતો, જેના કારણે ઘરમાં દરરોજ વિવાદ અને ઝઘડા થતા હતા. આ રોજ રોજના કંકાસથી છુટકારો મેળવવા માટે પત્‍નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્‍તામાંથી હટાવવા માટેનું કાવતરું રચી નાખ્‍યું.

કાવતરા અનુસાર, ૧૨ જુલાઈની રવિવાર રાતે આરોપીઓએ પહેલા આનંદને દૂધમાં નશીલો પદાર્થ નાખીને પીવડાવી દીધું. નશીલું દૂધ પીતા જ આનંદ બેભાન થઈ ગયો, તો પત્‍ની અને પ્રેમીએ મળીને નિર્દયતાપૂર્વક ગળું દબાવી દીધું, જેનાથી તેનું ઘટનાસ્‍થળે જ મોત થઈ ગયું. ઘટનાને અંજામ આપ્‍યા બાદ બંનેએ શંકાસ્‍પદ મોતનું રૂપ આપવાની કોશિશ કરી, પણ ત્રણ ડોક્‍ટરની પેનલે પોસ્‍ટમોર્ટમ રિપોર્ટે સત્‍ય ઉજાગર કરી દીધું.

પોલીસે આરોપીઓના જણાવ્‍યા અનુસાર, ઘટનામાં ઉપયોગ થયેલી મોટરસાયકલ, મૃતક આનંદની સોનાની વીંટી અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. વરિષ્ઠ પોલીસ અધીક્ષકે જણાવ્‍યું છે કે, આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્‍યા છે. પોલીસ આ સમગ્ર હત્‍યાકાંડમાં આગળની કાર્યવાહી કરી રહી છે

(9:48 AM IST)