<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

અભિજીત દિપકેએ કાયદાનો ભંગ કર્યો: સીજેપીને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી નહોતી છતાં તેઓએ હજુ પણ વિરોધ પ્રદર્શન કર્યું દિલ્હી પોલીસ

દિપકેને તેમની દાદીના મૃત્યુની જાણ કરાઈ પરંતુ તેમણે તેમના પરિવાર સાથે વાત કરવાનો ઇનકાર કર્યો:દિલ્હી પોલીસે દિપકેની વાતચીતનો એક વીડિયો પણ બહાર પાડ્યો

નવી દિલ્હી : દિલ્હી પોલીસે સીજેપીના વિરોધ પ્રદર્શન અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સીજેપીને વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી, છતાં તેઓએ હજુ પણ વિરોધ પ્રદર્શન કર્યું. હકીકતમાં, સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ કાયદાનો ભંગ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે દિપકેને તેમની દાદીના મૃત્યુની જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેમના પરિવાર સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન, દિલ્હી પોલીસે દિપકેની વાતચીતનો એક વીડિયો પણ બહાર પાડ્યો હતો.

   દિલ્હી પોલીસના DCP PRO નેહા યાદવે CJPના પ્રદર્શનને લઈને કહ્યું કે, 'અગાઉ સંગઠનને કેટલીક શરતો સાથે પ્રદર્શન માટે અનુમતિ આપવામાં આવી હતી, પરંતુ CJPએ તે શરતોનું પાલન કર્યું નહોતું. જેને લઈને આ વખતે CJPને પ્રદર્શન માટે પરવાનગી આપી ન હતી.' બીજી તરફ, અભિજિત દીપકેની અટકાયતને લઈને પોલીસે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં દિલ્હી પોલીસે અભિજિત દીપકેનો વીડિયો શેર કરીને કહ્યું કે, 'ખોટી છાપ ઊભી કરી…'

   પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પોલીસ અધિકારીએ અભિજીત દીપકેની અટકાયત અંગે જણાવ્યું કે, 'દીપકેના દાદીના અવસાન વિશે જાણ થતાં જ દિલ્હી પોલીસે તેમને મદદ કરવા માટે સતત પ્રયાસો કર્યા હતા. પોલીસે દીપકેને પૂછ્યું હતું કે શું તેઓ તેમના પરિવાર પાસે જવા માગે છે અને શું પોલીસ તેમની મુસાફરી માટે વ્યવસ્થા કરી શકે છે.'

  દિલ્હી પોલીસે એક વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં પોલીસકર્મી દીપકેને કહે છે કે, 'દાદીનું નિધન થયું હોવાથી જો તમારે જવું હોય તો બસ, વિમાન, ટ્રેન કે અન્ય કોઈ માધ્યમથી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી શકાય. પોલીસે દીપકેને એ પણ પૂછ્યું કે, તેઓ તેમના પિતા સાથે વાત કરવા ઈચ્છે છે. તેના જવાબમાં દીપકેએ કહ્યું કે, આ સમયે તે પિતા સાથે વાત નહીં કરી શકે.'

(7:10 PM IST)