તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
વૃંદાવનમાં બાંકે બિહારીના શરણમાં અભિષેક શર્મા: દર્શન કરી બહાર આવતા જ ગાયબ થયા ચપ્પલ, બેટ્સમેન સાથે બની વિચિત્ર ઘટના
ક્રિકેટર અભિષેક શર્માના મંદિર બહારથી ચપ્પલ ચોરાયા; વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ : આસપાસના લોકો તેની મદદે આવ્યા અને બાદમાં તેને નવા ચપ્પલની વ્યવસ્થા કરી દીધી

વૃંદાવન તા.૨૫: ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા સાથે વૃંદાવનમાં એક વિચિત્ર ઘટના બની. બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા પહોંચેલા અભિષેક શર્માના ચપ્પલ મંદિર બહારથી ગાયબ થઈ ગયા.
અભિષેક શર્મા શનિવારે વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરે દર્શન માટે ગયો હતો. દર્શન કરીને બહાર આવ્યા બાદ તેણે જોયું તો મંદિર બહાર ઉતારેલા તેના ચપ્પલ ગાયબ હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં અભિષેક શર્મા મંદિર બહાર ઉઘાડા પગે જોવા મળી રહ્યો છે. આસપાસના લોકો તેની મદદે આવ્યા અને બાદમાં તેને નવા ચપ્પલની વ્યવસ્થા કરી આપવામાં આવી.
બાંકે બિહારી મંદિરમાં ભીડના કારણે વારંવાર ચપ્પલ-બૂટ ચોરાવાની ઘટનાઓ બનતી રહે છે. ક્રિકેટર સાથે બનેલી આ ઘટનાની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
